
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 17th, 11:00 am
છેલ્લી વખત જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે લોકસભાની ચૂંટણી બહુ દૂર નહોતી. તે સમય દરમિયાન તમારા બધાના વિશ્વાસને કારણે મેં કહ્યું હતું કે હું આગલી વખતે પણ ઇન્ડિયા મોબિલિટી એક્સ્પોમાં ચોક્કસ આવીશ. દેશે આપણને ત્રીજી વખત આશીર્વાદ આપ્યા, તમે બધાએ મને ફરી એકવાર અહીં બોલાવ્યો, હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદઘાટન કર્યું
January 17th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતના સૌથી મોટા મોબિલિટી એક્સ્પો ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે સતત ત્રીજી વખત તેમની સરકાર ચૂંટાવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અન્ય બે સ્થળોએ આ એક્સ્પો યોજાવાની સાથે આ વર્ષના એક્સ્પોનું પ્રમાણ ઘણું વિસ્તૃત થયું છે, જે ગયા વર્ષે 800 પ્રદર્શકો, 2.5 લાખ મુલાકાતીઓની સંખ્યા હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આગામી 5 દિવસમાં ઘણાં નવા વાહનો લોંચ થશે, જેમાં ઘણાં પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર્શાવે છે કે, ભારતમાં મોબિલિટીનાં ભવિષ્ય સાથે સંબંધિત મહાન સકારાત્મકતા છે. આ પ્રદર્શનના સ્થળે પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ અદભૂત અને ભવિષ્ય માટે તૈયાર છે. તેમણે દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી 12 ડિસેમ્બરનાં રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે
December 11th, 04:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બર, 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કરશે.