પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
January 27th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.