મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટના છઠ્ઠા સંસ્કરણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 02:51 pm
મહામહિમ, પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર, RBI ગવર્નર, ફિનટેક જગતના ઈનોવેટર્સ, લીડર્સ અને રોકાણકારો, દેવીઓ અને સજ્જનો! મુંબઈમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં સંબોધન
October 09th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025ને સંબોધિત કર્યું હતું. મુંબઈમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ મુંબઈને ઊર્જાનું શહેર, સાહસનું શહેર અને અનંત સંભાવનાઓનું શહેર ગણાવ્યું હતું. તેમણે તેમના મિત્ર, પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કીર સ્ટાર્મરનું વિશેષ સ્વાગત કર્યું હતું અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં તેમની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમય કાઢ્યો હોવાની નોંધ લીધી હતી.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 09th, 11:25 am
આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.પ્રધાનમંત્રી 8-9 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે
October 07th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નવી મુંબઈ પહોંચશે અને લગભગ બપોરે 3 વાગ્યે નવનિર્મિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે.મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 01st, 03:35 pm
વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું
May 01st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ગુજરાતના ગાંધીનગરમાં RE-INVEST 2024ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
September 16th, 11:30 am
વિશ્વના ઘણા દેશોમાંથી આવેલા તમામ મિત્રોને હું આવકારું છું અને અભિનંદન આપું છું. આ RE-Invest કોન્ફરન્સની ચોથી આવૃત્તિ છે. મને પૂરો વિશ્વાસ છે કે આગામી ત્રણ દિવસમાં ઊર્જાના ભવિષ્ય, ટેકનોલોજી અને નીતિઓ પર ગંભીર ચર્ચા થશે. અમારા તમામ વરિષ્ઠ મુખ્યમંત્રીઓ પણ અહીં અમારી વચ્ચે છે. તેમની પાસે આ ક્ષેત્રનો ઘણો અનુભવ પણ છે, આ ચર્ચાઓમાં અમે તેમની પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન મેળવવાના છીએ. આ પરિષદમાંથી આપણે એકબીજા પાસેથી જે શીખીએ છીએ તે સમગ્ર માનવતાના ભલા માટે ઉપયોગી થશે. મારી શુભકામનાઓ આપ સૌ સાથે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં ગાંધીનગરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ઘાટન કર્યું
September 16th, 11:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કર્યું. 3-દિવસીય સમિટ ભારતની 200 ગીગાવોટની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાની નોંધપાત્ર સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓનું સન્માન કરવામાં આવ્યું. શ્રી મોદીએ સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના મુખ્ય ખેલાડીઓ પાસેથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરતા પ્રદર્શનનું અવલોકન પણ કર્યું.મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 30th, 12:00 pm
ભારતમાં તહેવારોની મોસમ છે, અમે હમણાં જ જન્માષ્ટમીની ઉજવણી કરી છે. અને ખુશી જુઓ, આપણી અર્થવ્યવસ્થામાં અને આપણા બજારમાં પણ ઉત્સવનું વાતાવરણ છે. આ ઉત્સવના મૂડમાં, આ વૈશ્વિક ફિનટેક ફેસ્ટિવલ થઈ રહ્યો છે. અને તે પણ સપનાની નગરી મુંબઈમાં. હું દેશ અને દુનિયામાંથી અહીં આવેલા તમામ મહેમાનોને શુભેચ્છા પાઠવું છું અને આવકારું છું. અહીં આવતા પહેલા, મેં વિવિધ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી અને મારા ઘણા મિત્રો સાથે ચેટ કરી હતી. આપણા યુવાનોની નવીનતા અને ભાવિ સંભાવનાઓની એક સંપૂર્ણ નવી દુનિયા ત્યાં દેખાય છે. મને તમારા કામ માટે શબ્દો બદલવા દો, એક સંપૂર્ણ નવી દુનિયા દેખાય છે. હું આ ઉત્સવના તમામ આયોજકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું
August 30th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી. જીએફએફનું આયોજન પેમેન્ટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય ફિનટેકમાં ભારતની હરણફાળ દર્શાવવાનો અને આ ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવવાનો છે.પ્રધાનમંત્રી 30 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે
August 29th, 04:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2024નાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.