અંતરિક્ષ સંશોધન પર વૈશ્વિક પરિષદમાં વિડિયો સંદેશ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 07th, 12:00 pm
ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025માં આપ સૌ સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે. અવકાશ એ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી. તે જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. ભારતની અવકાશ યાત્રા આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી, અમારી સફર નોંધપાત્ર રહી છે. આપણા રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે. તેઓ 1.4 અબજ ભારતીયોના સપનાઓને સાકાર કરે છે. ભારતની સિદ્ધિઓ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે. વધુમાં, તેઓ એ વાતનો પુરાવો છે કે માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. ભારતે 2014માં પોતાના પહેલા પ્રયાસમાં મંગળ પર પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી. ચંદ્રયાન-2 એ આપણને ચંદ્રની સૌથી વધુ રિઝોલ્યુશનવાળી ઈમેજ આપી. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિશેની આપણી સમજમાં વધારો કર્યો. આપણે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન બનાવ્યા. આપણે એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા. આપણે આપણા લોન્ચ વાહનો પર 34 દેશોના 400 થી વધુ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ વર્ષે આપણે બે ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા, જે એક મોટું પગલું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન (GLEX) 2025ને સંબોધિત કર્યું
May 07th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન (GLEX) 2025ને સંબોધિત કર્યું હતું. વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓનું સ્વાગત કરતાં, તેમણે GLEX 2025માં ભારતની નોંધપાત્ર અવકાશ યાત્રા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, અંતરિક્ષ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી પરંતુ જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. તેમણે ભાર મૂક્યો કે ભારતની અંતરિક્ષ સિદ્ધિઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેમાં 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી સામેલ છે. ભારતીય રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે - તેઓ 1.4 અબજ ભારતીયોના સપના વહન કરે છે, તેમણે ઉમેર્યું કે ભારતની અવકાશ પ્રગતિ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે અને તે સાબિત કરે છે કે, માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. તેમણે 2014માં પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચવાની ભારતની ઐતિહાસિક સિદ્ધિને યાદ કરી હતી. તેમણે ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી હતી. ચંદ્રયાન-2 એ ચંદ્રની સપાટીની સૌથી વધુ રિઝોલ્યુશન ઇમેજ પ્રદાન કરી હતી અને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સમજને વધુ વધાર્યું હતું તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. ભારતે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું, એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા અને ભારતીય પ્રક્ષેપણ વાહનોનો ઉપયોગ કરીને 34 દેશો માટે 400 થી વધુ ઉપગ્રહો સફળતાપૂર્વક તૈનાત કર્યા, તેમણે ભારતની નવીનતમ સિદ્ધિ - આ વર્ષે અવકાશમાં બે ઉપગ્રહોના ડોકીંગ - ને અવકાશ સંશોધનમાં એક મુખ્ય પગલું ગણાવતા કહ્યું હતું.