પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે

February 15th, 02:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.

ભારત – જર્મની સંયુક્ત નિવેદન

January 12th, 03:50 pm

ચાન્સેલર મર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી અને ફેડરલ ચાન્સેલર તરીકે તેમની એશિયાની પ્રથમ મુલાકાત હતી, જે ઈન્ડો-પેસિફિકમાં એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જર્મની ભારતને જે ઉચ્ચ અગ્રતા આપે છે તે પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાત 25 ઓક્ટોબર 2024 ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી સફળ 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (IGC) પછી થઈ છે, અને તે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સફરના ઉચ્ચ બિંદુ પર આવી છે, જેમાં 2025માં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે, અને 2026માં રાજદ્વારી સંબંધોના 75 વર્ષની સ્મૃતિ ઉજવવામાં આવી રહી છે. બંને નેતાઓએ સરકાર, વ્યાપાર, નાગરિક સમાજ અને શિક્ષણ જગતમાં દ્વિપક્ષીય જોડાણમાં નવેસરથી આવેલી ગતિની સાચા દિલથી પ્રશંસા કરી હતી, જેણે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં અને ઊંડી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

પરિણામોની યાદી: ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલરની ભારત મુલાકાત (12-13 જાન્યુઆરી, 2026)

January 12th, 03:47 pm

દ્વિપક્ષીય સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યની સંયુક્ત ઘોષણા

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

January 12th, 03:04 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લીધી.

January 12th, 02:42 pm

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત રંગબેરંગી અને જીવંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ભાગ લીધો હતો. પ્રદર્શનમાં પતંગોમાં ઓપરેશન સિંદૂર, ભગવાન હનુમાન, ત્રિરંગો અને ઘણું બધું દર્શાવવામાં આવ્યું હતું. ચાન્સેલર મેર્ઝે પતંગ ઉડાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પીએમએ ખુશી વ્યક્ત કરી.

અમદાવાદમાં ભારત-જર્મની CEOs ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 01:35 pm

ભારત-જર્મની CEOs ફોરમમાં સામેલ થવા પર મને અંત્યંત ખુશી થઈ રહી છે. આ ફોરમની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે. જ્યારે આપણે ભારત-જર્મની સંબંધોની પ્લેટિનમ જુબલી અને ભારત-જર્મની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સિલ્વર જુબલી મનાવી રહ્યા છીએ. એટલે કે, આપણા સંબંધોમાં પ્લેટિનમની શાશ્વતતા અને સિલ્વરની ચમક પણ છે.

પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025માં ભાગ લેશે.

September 24th, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરના રોજ લગભગ 6:15 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 માં ભાગ લેશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી જર્મનીના વિદેશ મંત્રીને મળ્યા

September 03rd, 08:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલને મળ્યા હતા. ભારત અને જર્મની 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરી રહ્યા છે. જીવંત લોકશાહી અને અગ્રણી અર્થતંત્રો તરીકે, આપણે વેપાર, ટેકનોલોજી, નવીનતા, ટકાઉપણું, ઉત્પાદન અને ગતિશીલતામાં પરસ્પર ફાયદાકારક સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ જોઈએ છીએ, શ્રી મોદીએ જણાવ્યું.

‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી

August 31st, 11:30 am

આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.

G-7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી જર્મન ચાન્સેલરને મળ્યા

June 17th, 11:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરી હતી. મે 2025માં ચાન્સેલર મેર્ઝે પદભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ ચૂંટણીમાં જીત અને પદભાર સંભાળવા બદલ ચાન્સેલરને અભિનંદન આપ્યા હતા. તેમણે ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના પર જર્મન સરકારે વ્યક્ત કરેલા શોક માટે ઊંડી લાગણી પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા

May 20th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ ફ્રેડરિક મેર્ઝને અભિનંદન પાઠવ્યા

May 06th, 09:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી ફ્રેડરિક મેર્ઝને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

ન્યૂઝ 9 ગ્લોબલ સમિટમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 10:50 pm

મંત્રી વિન્ફ્રેડ, મંત્રીમંડળના મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આ શિખર સંમેલનમાં ઉપસ્થિત તમામ પ્રતિષ્ઠિત સન્નારીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ News9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

November 22nd, 09:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સ્ટુટગાર્ટમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આ સમિટ ભારત-જર્મની ભાગીદારીમાં એક નવા અધ્યાયનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખુશી છે કે ભારતનું એક મીડિયા જૂથ આજના માહિતી યુગમાં જર્મની અને જર્મન લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ભારતના લોકોને જર્મની અને જર્મનીના લોકોને સમજવા માટે એક મંચ પણ પ્રદાન કરશે.

For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa

November 04th, 12:00 pm

PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”

PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa

November 04th, 11:30 am

Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”

રોજગાર મેળા અંતર્ગત 51,000+ નિમણૂક પત્રોના વિતરણ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 29th, 11:00 am

આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે. તમામ દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બે દિવસ પછી આપણે બધા દિવાળીનો તહેવાર પણ ઉજવીશું. અને આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ છે, ખૂબ જ ખાસ. તમે વિચારતા જ હશો કે દિવાળી દર વખતે આવે છે, આ વખતે શું છે ખાસ, ચાલો તમને જણાવીએ કે શું ખાસ છે. 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. અને એ ભવ્ય મંદિરમાં બિરાજ્યા પછી આ પહેલી દિવાળી છે, અને આ દિવાળીની રાહ જોતા અનેક પેઢીઓ વીતી ગઈ છે, લાખો લોકોએ બલિદાન આપ્યા છે અને યાતનાઓ સહન કરી છે. આવી ખાસ, ખાસ, ભવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ. ઉજવણીના આ માહોલમાં... આજે આ શુભ દિવસે... રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું

October 29th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે.

સંયુક્ત નિવેદન: સાતમી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (આઇજીસી)

October 25th, 08:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફેડરલ ચાન્સેલર ઓલાફ શોલ્ઝે 25 ઓક્ટોબર, 2024ના રોજ નવી દિલ્હીમાં ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (સાતમા આઇજીસી)ના સાતમા રાઉન્ડની સહ-અધ્યક્ષતા કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ભારત તરફથી સંરક્ષણ, વિદેશ, વાણિજ્ય અને ઉદ્યોગો, શ્રમ અને રોજગાર, વિજ્ઞાન અને ટેકનોલોજી (એમઓએસ) અને કૌશલ્ય વિકાસ (રાજ્યમંત્રી) તથા જર્મની તરફથી આર્થિક બાબતો અને આબોહવાની કામગીરી, વિદેશી બાબતો, શ્રમ અને સામાજિક બાબતો તથા શિક્ષણ અને સંશોધન મંત્રીઓ તેમજ નાણાં માટે સંસદીય રાજ્ય સચિવો સામેલ હતા. પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ, પરમાણુ સુરક્ષા અને ગ્રાહક સુરક્ષા; અને જર્મન તરફથી આર્થિક સહયોગ અને વિકાસ, તેમજ બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓ.

પરિણામોની યાદી: 7મી આંતરસરકારી ચર્ચાવિચારણા માટે જર્મનીના ચાન્સેલરની ભારતની મુલાકાત

October 25th, 07:47 pm

મેક્સ-પ્લાન્ક-જેસેલ્સચાફ્ટ ઇ.વી. (એમપીજી) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસ (આઇસીટીએસ), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)