જીનોમઇન્ડિયા પ્રોજેક્ટના પ્રારંભે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 06:38 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, દેશભરમાંથી અહીં હાજર બધા વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!જીનોમઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
January 09th, 05:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું છે અને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આઈઆઈએસસી, આઈઆઈટી, સીએસઆઈઆર અને ડીબીટી-બ્રિક જેવી 20થી વધારે પ્રસિદ્ધ સંશોધન સંસ્થાઓએ આ સંશોધનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, 10,000 ભારતીયોની જીનોમ સિક્વન્સ ધરાવતો ડેટા હવે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ પ્રોજેક્ટ બાયોટેકનોલોજી સંશોધનનાં ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તથા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને અભિનંદન આપ્યાં હતાં.