કેબિનેટે બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી

September 24th, 03:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સિંગલ રેલવે લાઇન સેક્શન (104 કિમી) ને કુલ રૂ. 2192 કરોડ (આશરે)ના ખર્ચે ડબલ કરવા માટે મંજૂરી આપી છે.

બિહારના ગયાજીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 22nd, 12:00 pm

બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનજી, લોકપ્રિય મુખ્યમંત્રી નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ જીતન રામ માંઝીજી, રાજીવ રંજન સિંહ, ચિરાગ પાસવાનજી, રામ નાથ ઠાકુરજી, નિત્યાનંદ રાયજી, સતીશ ચંદ્ર દુબેજી, રાજ ભૂષણ ચૌધરીજી, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય કુમાર સિંહાજી, બિહાર સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથી ઉપેન્દ્ર કુશવાહાજી, અન્ય સાંસદો, અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના ગયામાં 12000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

August 22nd, 11:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના ગયામાં 12000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જ્ઞાન અને મુક્તિની પવિત્ર નગરી ગયાને નમન કર્યું અને વિષ્ણુપદ મંદિરની ભવ્ય ભૂમિ પરથી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું કે ગયા આધ્યાત્મિકતા અને શાંતિની ભૂમિ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આ પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. શ્રી મોદીએ કહ્યું, ગયામાં એક પ્રાચીન અને અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે. આ પ્રદેશના લોકો ઇચ્છે છે કે શહેર ફક્ત ગયા નહીં પરંતુ આદરપૂર્વક ગયાજી કહેવાય, પ્રધાનમંત્રીએ બિહાર સરકારને આ ભાવનાનું સન્માન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ખુશી વ્યક્ત કરી કે કેન્દ્ર અને બિહારમાં તેમની સરકારો ગયાના ઝડપી વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે.