પ્રધાનમંત્રીએ યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી
April 18th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી અને કહ્યું કે આ આપણાં શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે.પર્યટન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છેઃ પ્રધાનમંત્રી
November 29th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે.