વારાણસીમાં વિવિધ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ/ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 11th, 11:00 am

સ્ટેજ પર બેઠેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક, ઉપસ્થિત મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી અને મારા પરિવારના બધા સભ્યો, જેઓ આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

April 11th, 10:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 3,880 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમને આપવામાં આવેલા પ્રેમ અને સમર્થનનો સ્વીકાર કર્યો હતો. તેમણે આ પ્રેમ પ્રત્યે પોતાની ઋણીતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાશી તેમની છે અને તેઓ કાશીનાં છે. આવતીકાલે હનુમાન જન્મોત્સવનો પાવન પર્વ છે તેની નોંધ લઈને શ્રી મોદીએ કાશીમાં સંકટ મોચન મહારાજના દર્શન કરવાની તક મળતાં તેમનું સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન જન્મોત્સવ અગાઉ કાશીનાં લોકો કેવી રીતે વિકાસનાં પર્વની ઉજવણી કરવા એકત્ર થયાં છે.

બાવળીયાલી ધામના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 20th, 04:35 pm

સૌ પ્રથમ, હું ભરવાડ સમુદાયની પરંપરા અને બધા પૂજ્ય સંતો, મહંતો અને સમગ્ર પરંપરા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ લોકોને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું. આજે ખુશી અનેક ગણી વધી ગઈ છે. આ વખતે યોજાયેલો મહાકુંભ ઐતિહાસિક હતો, પરંતુ તે આપણા માટે ગર્વની વાત છે કારણ કે મહાકુંભના શુભ પ્રસંગે, મહંત શ્રી રામ બાપુજીને મહા મંડલેશ્વરનું બિરુદ મળ્યું હતું. આ એક ખૂબ જ મોટી ઘટના છે, અને આપણા બધા માટે અનેક આનંદનો પ્રસંગ છે. રામ બાપુજી અને સમાજના તમામ પરિવારજનોને મારી શુભકામનાઓ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાવળીયાળી ધામના કાર્યક્રમને સંબોધન કર્યું

March 20th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતના ભરવાડ સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ મહંત શ્રી રામ બાપુજી, સમાજના આગેવાનો અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભરવાડ સમાજની પરંપરાઓ અને આ પરંપરાઓને જાળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સંતો અને મહંતોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. શ્રી મોદીએ આ ઐતિહાસિક મહાકુંભ સાથે સંકળાયેલા અપાર આનંદ અને ગર્વને ઉજાગર કરતાં આ પવિત્ર કાર્યક્રમ દરમિયાન મહંત શ્રી રામ બાપુજીને મહામંડલેશ્વરની ઉપાધિથી સન્માનિત કરવાના મહત્વપૂર્ણ અવસર પર ટિપ્પણી કરતા તેમને એક મહાન સિદ્ધિ અને સૌના માટે ખૂબ આનંદનો સ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે મહંત શ્રી રામબાપુજી અને સમાજના પરિવારોને તેમના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરીને તેમની શુભકામનાઓ પાઠવી હતી.