નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 25th, 06:16 pm
રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદાર ચિરાગ પાસવાન, રવનીતજી, પ્રતાપરાવ જાધવજી, વિવિધ દેશોથી અહીં પધારેલ મંત્રીગણ, અન્ય પ્રતિનિધિઓ, અતિથિગણ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025ને સંબોધિત કર્યુ
September 25th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025 દરમિયાન એક સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નવીનતાઓ અને ગ્રાહકો બધા આ કાર્યક્રમમાં એકસાથે ઉપસ્થિત હતા, જે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાને નવા સંપર્ક, નવા જોડાણ અને સર્જનાત્મકતાનું પ્લેટફોર્મ બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે હમણાં જ પ્રદર્શનોની મુલાકાત લીધી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે પ્રાથમિક ધ્યાન પોષણ, તેલનો વપરાશ ઘટાડવા અને પેકેજ્ડ ઉત્પાદનોની આરોગ્યપ્રદતા વધારવા પર હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.