તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રીના વકત્વ્યનો મૂળપાઠ
August 31st, 11:06 am
તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ગયા વર્ષે કઝાનમાં આપણી ખૂબ જ ફળદાયી વાતચીત થઈ હતી, જેનાથી આપણા સંબંધોને સકારાત્મક દિશા મળી હતી. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સ્થાપિત થયું છે. આપણા ખાસ પ્રતિનિધિઓ સરહદ વ્યવસ્થાપન પર એક કરાર પર પહોંચ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થઈ રહી છે. આપણો સહયોગ આપણા બંને દેશોના 2.8 અબજ લોકોના હિત સાથે જોડાયેલો છે. તે સમગ્ર માનવતાના કલ્યાણ માટે પણ માર્ગ મોકળો કરશે. અમે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત અમારા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.