પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા

December 29th, 03:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા

December 29th, 03:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા છે, જેમણે દોહામાં 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રમત પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.