ભારત સરકાર અને ફિલિપાઇન્સની સરકાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગેની ઘોષણા
August 05th, 05:23 pm
ભારતના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયરે 4-8 ઓગસ્ટ 2025ના રોજ ભારતની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ માર્કોસની સાથે પ્રથમ મહિલા, શ્રીમતી લુઇસ અરેનેટા માર્કોસ અને ફિલિપાઇન્સના અનેક કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ સહિત એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ હતું.પરિણામોની યાદી : ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત
August 05th, 04:31 pm
ભારત પ્રજાસત્તાક અને ફિલિપાઇન્સ પ્રજાસત્તાક વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે ઘોષણાફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 05th, 03:45 pm
તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણા દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે ભારત-ફિલિપાઇન્સ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છીએ. આનાથી આપણા સંબંધોને એક નવી ગતિ અને ઊંડાણ મળશે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તમામ ક્ષેત્રોમાં આપણા સંબંધોમાં પ્રગતિ થઈ છે. આમાં વેપાર, સંરક્ષણ, દરિયાઈ, આરોગ્ય, સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વિકાસ ભાગીદારી અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. ખૂબ જ ખુશીની વાત છે કે આજે આપણે આગામી પાંચ વર્ષ માટે કાર્ય યોજના બનાવી રહ્યા છીએ.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય
August 05th, 11:06 am
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર વચ્ચે ટેલિફોન પર વાત થઈ
August 05th, 02:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઈન્સના પ્રમુખ મહામહિમ શ્રી ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સાથે ફોન પર વાત કરી.