યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેનાં ઉચ્ચ પ્રતિનિધિ પ્રધાનમંત્રીને મળ્યાં
April 21st, 06:41 pm
યુરોપિયન યુનિયનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિ માટેનાં ઉચ્ચ પ્રતિનિધિ શ્રીમતી ફેડરિકા મોગેરિની આજે શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને શ્રીમતી મોગેરિનીએ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી અને શ્રીમતી મોગેરિનીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સુરક્ષા સંબંધિત સહકારને મજબૂત કરવાની જરૂરિયાત પર સંમતિ આપી હતી, ખાસ કરીને આતંકવાદનો સામનો કરવાના મુદ્દા પર.