પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે 12 જાન્યુઆરીનાં રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે

January 10th, 09:21 pm

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. તેઓ સમગ્ર ભારતમાંથી 3,000 ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.