વડાપ્રધાન મોદીએ જાણીતા નિબંધકાર અને જીવનચરિત્રકાર શ્રી વિનોદ ભટ્ટના અવસાન પર શોક વ્યક્ત કર્યો
May 23rd, 03:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા નિબંધકાર અને જીવનચરિત્રકાર શ્રી વિનોદ ભટ્ટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું, “શ્રી વિનોદ ભટ્ટ શબ્દોના જાદુગર હતા. હાસ્ય અને કટાક્ષ તેમના માટે કુદરતી ભેટ હતા. તેમના કાર્યો ઘણા બધા ચહેરાઓ પર સ્મિત રેલાવતા રહેશે. તેમનું અવસાન દુઃખદાયક છે. મારી સંવેદનાઓ આ સમયે તેમના તમામ પ્રશંસકો સાથે છે.”