કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર સંબંધિત પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી

July 01st, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે. જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ યોજના હેઠળ, જ્યારે પહેલી વાર કામ કરનારા કર્મચારીઓને એક મહિનાનો પગાર (રૂ. 15,000/- સુધી) મળશે, ત્યારે નોકરીદાતાઓને વધારાની રોજગારીનું સર્જન કરવા માટે બે વર્ષ સુધીના સમયગાળા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. જેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે બીજા બે વર્ષ માટે વિસ્તૃત લાભો આપવામાં આવશે. ELI યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024-25માં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોને સરળ બનાવવા માટે પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરવામાં આવી હતી, જેનો કુલ બજેટ ખર્ચ રૂ. 2 લાખ કરોડ છે.