પ્રધાનમંત્રી શ્રીએ ઇલાબેન ભટ્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 02nd, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર સુશ્રી ઇલાબેન ભટ્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ યુવાઓમાં મહિલા સશક્તીકરણ, સમાજ સેવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા.