India - Oman Joint Statement during the visit of Prime Minister of India, Shri Narendra Modi to Oman
December 18th, 05:28 pm
Prime Minister Narendra Modi visited Oman from 17–18 December 2025 at the invitation of Sultan Haitham bin Tarik, marking 70 years of diplomatic ties. The visit strengthened the India Oman strategic partnership with the signing of CEPA, key MoUs and adoption of a Joint Vision on Maritime Cooperation.“Maitri Parv” celebrates the friendship between India and Oman: PM Modi during community programme in Muscat
December 18th, 12:32 pm
While addressing a large gathering of members of the Indian community in Muscat, PM Modi remarked that co-existence and cooperation have been hallmarks of the Indian diaspora. He noted that over the last 11 years, India has witnessed transformational changes across perse fields. He reaffirmed India’s deep commitment to the welfare of the diaspora and invited students to participate in ISRO’s YUVIKA programme.Prime Modi addresses the Indian community in Oman
December 18th, 12:31 pm
While addressing a large gathering of members of the Indian community in Muscat, PM Modi remarked that co-existence and cooperation have been hallmarks of the Indian diaspora. He noted that over the last 11 years, India has witnessed transformational changes across perse fields. He reaffirmed India’s deep commitment to the welfare of the diaspora and invited students to participate in ISRO’s YUVIKA programme.વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
December 08th, 12:30 pm
હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે ‘વંદે માતરમ્’નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી
December 08th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કરવા બદલ ગૃહના તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે વંદે માતરમ, જે મંત્ર અને આહ્વાનથી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામને ઊર્જા અને પ્રેરણા મળી, જેણે બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તેને આજે યાદ કરવામાં આવી રહ્યું છે અને તે ગૃહમાં હાજર સૌના માટે એક મહાન સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે રાષ્ટ્ર વંદે માતરમના 150 વર્ષના ઐતિહાસિક અવસરનો સાક્ષી બની રહ્યું છે તે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ લાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો સૌ સામૂહિક રીતે તેનો સારો ઉપયોગ કરશે, તો આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં દર્શાવે પણ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ સેવા આપી શકે છે.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 28th, 03:35 pm
આજના આ પાવન અવસરથી મન ગહન શાંતિથી ભરાઈ ગયું છે. સાધુ સંતોના સાનિધ્યમાં બેસવું એ પોતાનામાં એક આધ્યાત્મિક અનુભવ હોય છે. અહીં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યા આ મઠની સદીઓ જૂની જીવંત શક્તિને વધુ વધારી રહી છે. હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું, કે આજે આ સમારોહમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું. અહીં આવતા પહેલા મને રામ મંદિર અને વીર વિઠ્ઠલ મંદિરના દર્શનનું સૌભાગ્ય મળ્યું. તે શાંતિ, તે વાતાવરણે આ સમારોહની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવી દીધી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણીને સંબોધન કર્યું
November 28th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણીને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આ પવિત્ર અવસર પર તેમનું મન શાંતિથી ભરાઈ ગયું છે. તેમણે પ્રકાશ પાડ્યો કે સંતોની હાજરીમાં બેસવું એ પોતે જ એક આધ્યાત્મિક અનુભવ છે. અહીં હાજર મોટી સંખ્યામાં ભક્તો આ મઠની સદીઓ જૂની જીવંત શક્તિને વધુ વધારી રહ્યા છે તેની નોંધ લેતા, શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ આજે આ સમારોહમાં લોકો વચ્ચે હાજર રહેવા બદલ પોતાને ભાગ્યશાળી માને છે. તેમણે ઉલ્લેખ કર્યો કે અહીં આવતા પહેલા, તેમને રામ મંદિર અને વીર વિઠ્ઠલ મંદિરની મુલાકાત લેવાનો વિશેષાધિકાર મળ્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે ત્યાંની શાંતિ અને વાતાવરણે આ સમારોહની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવી છે.કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 28th, 11:45 am
હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 28th, 11:30 am
માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.કુરુક્ષેત્રમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદ દિવસ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 04:40 pm
હરિયાણાના રાજ્યપાલ અસીમ ઘોષજી, લોકપ્રિય મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા SGPC પ્રમુખ જગદીશ સિંહ ઝીંદાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુરુક્ષેત્ર, હરિયાણા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસ પર સંબોધન કર્યું
November 25th, 04:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કર્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજનો દિવસ ભારતના વારસાના એક નોંધપાત્ર સંગમ તરીકે આવ્યો છે. તેમણે પ્રકાશિત કર્યું કે સવારે તેઓ રામાયણના શહેર અયોધ્યામાં હતા, અને હવે તેઓ ગીતાના શહેર કુરુક્ષેત્રમાં છે. તેમણે જણાવ્યું કે બધા શ્રી ગુરુ તેગ બહાદુરજીને તેમના 350મા શહીદી દિવસના અવસરે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં સંતો અને આદરણીય સંગતની હાજરીને સ્વીકારી અને સૌને આદરપૂર્વક વંદન વ્યક્ત કર્યા હતા.જોહાનિસબર્ગમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી કેનેડિયન પ્રધાનમંત્રીને મળ્યા
November 23rd, 09:41 pm
નેતાઓએ ઓસ્ટ્રેલિયા-કેનેડા-ભારત ટેકનોલોજી અને નવીનતા (ACITI) ભાગીદારી અપનાવવાનું સ્વાગત કર્યું, જે મહત્વપૂર્ણ ટેકનોલોજી, પરમાણુ ઉર્જા, સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ અને AIમાં ત્રિ-માર્ગીય સહયોગને પ્રોત્સાહન આપશે. તેમણે જૂન 2025માં G7 સમિટ અંતર્ગત કનાનાસ્કિસમાં તેમની મુલાકાત અને ઓક્ટોબર 2025માં વિદેશ પ્રધાનો દ્વારા દ્વિપક્ષીય જોડાણ માટે એક નવો રોડમેપ લોન્ચ કર્યા પછી સંબંધોમાં નવી ગતિની પ્રશંસા કરી. બંને પ્રધાનમંત્રીએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, શિક્ષણ, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઊર્જામાં સહયોગની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કાર્નેએ ફેબ્રુઆરી 2026માં ભારત દ્વારા આયોજિત થનારા AI સમિટ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.IBSA નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીનું નિવેદન
November 23rd, 12:45 pm
જોહાનિસબર્ગ જેવા જીવંત અને સુંદર શહેરમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લેવાનો મારા માટે ખૂબ આનંદ છે. હું આ પહેલ માટે IBSA ના અધ્યક્ષ રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હું રાષ્ટ્રપતિ રામાફોસાનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.પ્રધાનમંત્રીએ જોહાનિસબર્ગમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો
November 23rd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિરિલ રામાફોસા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ હાજરી આપી હતી.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 03:15 pm
જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 15th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મા નર્મદાની પવિત્ર ભૂમિ આજે વધુ એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બની રહી છે એમ જણાવતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ, ભારતની એકતા અને વિવિધતાની ઉજવણી માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની શરૂઆત આ જ સ્થળે કરવામાં આવી હતી, અને ભારત પર્વની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી સાથે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આપણે ભારત પર્વની પરાકાષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ. તેમણે આ શુભ પ્રસંગે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સ્વતંત્રતાની ભાવના જાગૃત કરનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. મંચ પરથી તેમણે ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા દેવમોગરા માતાના મંદિરની મુલાકાત લેવાનો અને ફરી એકવાર તેમના ચરણોમાં નમન કરવાનો લહાવો મળ્યો હતો.