પ્રધાનમંત્રીએ આર્થિક સર્વેક્ષણને ભારતની રિફોર્મ એક્સપ્રેસના વ્યાપક ચિત્ર તરીકે ઉલ્લેખિત કર્યું, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે
January 29th, 08:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે રજૂ કરવામાં આવેલું આર્થિક સર્વેક્ષણ ભારતની રિફોર્મ એક્સપ્રેસનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આર્થિક સર્વેક્ષણ મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સતત વૃદ્ધિની ગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા, સાહસિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. સર્વેક્ષણ ખેડૂતો, MSMEs, યુવા રોજગાર અને સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત ધ્યાન સાથે સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે. તે ઉત્પાદન (manufacturing) ને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને વિકસિત ભારત બનવા તરફની આપણી કૂચને વેગ આપવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.