બેંગલુરુ, કર્ણાટકમાં વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સના શિલાન્યાસ, ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 10th, 01:30 pm
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રના મારા સાથી મનોહર લાલ ખટ્ટરજી, એચડી કુમારસ્વામી જી, અશ્વિની વૈષ્ણવ જી, વી સોમન્ના જી, સુશ્રી શોભાજી, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારજી, કર્ણાટક સરકારના મંત્રી બી સુરેશ જી, સાંસદ અશ્ર્વાસીજી, સાંસદ આર. ડૉ. મંજુનાથજી, ધારાસભ્ય વિજયેન્દ્ર યેદિયુરપ્પાજી અને કર્ણાટકના મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના બેંગલુરુમાં આશરે રૂ. 22,800 કરોડના મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
August 10th, 01:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેંગલુરુમાં લગભગ રૂ. 7,160 કરોડની બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું અને રૂ. 15,610 કરોડથી વધુની કિંમતના બેંગલુરુ મેટ્રો ફેઝ-3 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે ટિપ્પણી કરી હતી કે કર્ણાટકની ભૂમિ પર પગ મૂકતાં જ તેમને પોતાનુંપણું અનુભવાયું. કર્ણાટકની સંસ્કૃતિની સમૃદ્ધિ, તેના લોકોનો સ્નેહ અને હૃદયને ઊંડે સ્પર્શતી કન્નડ ભાષાની મીઠાશ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ બેંગલુરુના પ્રમુખ દેવી, અન્નામ્મા થાયીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. સદીઓ પહેલા નાદપ્રભુ કેમ્પેગૌડાએ બેંગલુરુ શહેરનો પાયો નાખ્યો હતો તે યાદ કરતાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેમ્પેગૌડાએ પરંપરામાં મૂળ ધરાવતા શહેરની કલ્પના કરી હતી અને સાથે સાથે પ્રગતિની નવી ઊંચાઈઓ પણ હાંસલ કરી હતી. બેંગલુરુ હંમેશા તે ભાવનાને જીવ્યું છે અને તેને સાચવ્યું છે અને આજે, બેંગલુરુ તે સ્વપ્નને સાકાર કરી રહ્યું છે, પ્રધાનમંત્રીએ જણાવ્યું.