રાજ્યસભામાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
April 17th, 11:10 am
સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી
April 17th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી અને શ્રી હરિવંશને અભૂતપૂર્વ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ શ્રી હરિવંશમાં ગૃહના ઊંડા વિશ્વાસ અને તેઓ આ સંસ્થામાં જે મૂલ્યવાન અનુભવ લાવ્યા છે તેને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાવા એ તેમના અનુભવ, તેમના સર્વસમાવેશક અભિગમ અને તેમની ગરિમાપૂર્ણ કાર્યશૈલી પર ગૃહની મંજૂરીની મહોર છે.મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
February 07th, 03:59 pm
સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 07th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 12:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
January 03rd, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
October 01st, 03:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિલિપાઇન્સમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 10:45 am
મંચ પર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી માનનીય દત્તાત્રેય હોસબોલે, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતજી, દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી રેખા ગુપ્તા, RSSના તમામ સ્વયંસેવકો અને અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
October 01st, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું. આ અવસર પર શ્રી મોદીએ તમામ નાગરિકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી, નોંધ્યું કે આજે મહા નવમી અને દેવી સિદ્ધિદાત્રીનો દિવસ છે. તેમણે નોંધ્યું કે આવતીકાલે વિજયાદશમીનો મહાન તહેવાર છે, જે ભારતીય સંસ્કૃતિના શાશ્વત ઘોષણા - અન્યાય પર ન્યાય, અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશનો વિજય -નું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સો વર્ષ પહેલાં આવા પાવન અવસર પર કરવામાં આવી હતી અને ભાર મૂક્યો કે આ કોઈ સંયોગ નથી. તેમણે કહ્યું કે આ હજારો વર્ષો જૂની પ્રાચીન પરંપરાનું પુનરુત્થાન છે, જેમાં રાષ્ટ્રીય ચેતના દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા સ્વરૂપોમાં પોતાને પ્રગટ કરે છે. તેમણે કહ્યું કે આ યુગમાં, સંઘ તે શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનું સદ્ગુણ મૂર્ત સ્વરૂપ છે.પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
September 01st, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.ગુજરાતના ભૂજમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 26th, 05:00 pm
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સાથી મનોહર લાલજી, મંત્રીમંડળના અન્ય તમામ સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો અને કચ્છના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભુજમાં 53,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
May 26th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભુજમાં 53400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા, તેમણે કચ્છના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને ક્રાંતિકારીઓ અને શહીદો, ખાસ કરીને મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને આદર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કચ્છના સપૂતોને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનનો સ્વીકાર કર્યો હતો.દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
April 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
April 04th, 12:59 pm
આજે, હું આ સમિટના સફળતાપૂર્વક આયોજન માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શિનાવાત્રાજીનો આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લીધો
April 04th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડ દ્વારા આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક (બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેનું વર્તમાન અધ્યક્ષપદ છે. આ સમિટની થીમ – બિમ્સ્ટેક - સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને મુક્ત હતી. તે બિમ્સ્ટેક ક્ષેત્રનાં લોકોની નેતાઓની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાનાં સમયમાં સહિયારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા BIMSTECનાં પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રીએ BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો
April 04th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે BIMSTEC રાષ્ટ્રોમાં વેપારને વેગ આપવા અને IT ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો હતો. તેમણે હાલમાં આવેલા મ્યાનમાર અને થાઇલેન્ડને અસર કરતા ભૂકંપને પગલે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂરિયાતને પણ મહત્વ આપ્યું. શ્રી મોદીએ અંતરિક્ષની દુનિયામાં કામ કરવા અને સુરક્ષા ઉપકરણને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. BIMSTECને સામૂહિક રીતે સક્રિય કરવા અને નેતૃત્વ કરનારા યુવાનોની ભૂમિકા પર જોર આપતા, તેમણે આશા વ્યક્ત કરી કે સાંસ્કૃતિક જોડાણો BIMSTEC રાષ્ટ્રોને વધુ નજીક લાવશે.પ્રધાનમંત્રીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી
March 29th, 01:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ આ પડકારજનક સમયમાં મ્યાનમાર સાથે એકજુટતા સાથે ઊભા રહેવા માટે નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારતની અડગ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. આ આફતના પ્રતિભાવમાં, ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અસરગ્રસ્ત પ્રદેશોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવા માટે એક પહેલ છે.પ્રધાનમંત્રીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી
March 28th, 02:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી.