ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 03:15 pm
જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 15th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મા નર્મદાની પવિત્ર ભૂમિ આજે વધુ એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બની રહી છે એમ જણાવતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ, ભારતની એકતા અને વિવિધતાની ઉજવણી માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની શરૂઆત આ જ સ્થળે કરવામાં આવી હતી, અને ભારત પર્વની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી સાથે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આપણે ભારત પર્વની પરાકાષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ. તેમણે આ શુભ પ્રસંગે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સ્વતંત્રતાની ભાવના જાગૃત કરનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. મંચ પરથી તેમણે ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા દેવમોગરા માતાના મંદિરની મુલાકાત લેવાનો અને ફરી એકવાર તેમના ચરણોમાં નમન કરવાનો લહાવો મળ્યો હતો.ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માટે નિર્ધારિત ભારતીય રમતવીરો – એથ્લેટ્સની ટુકડી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 13th, 05:02 pm
તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.ટોક્યો ઓલિમ્પિક્સ માટેની સજ્જતા, પ્રતિબદ્ધતા વિશે ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 13th, 05:01 pm
પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી
July 13th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ દૂતી ચંદને મહિલાઓની 100મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
July 10th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓની 100 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દૂતી ચંદને અભિનંદન પાઠવ્યા હતા.