કેબિનેટે DSIR યોજના "ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ"ને મંજૂરી આપી, જેનો ખર્ચ રૂ. 2277.397 કરોડ થશે
September 24th, 05:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 15મા નાણા પંચ 2021-22થી 2025-26ના સમયગાળા માટે કુલ રૂ. 2277.397 કરોડના ખર્ચ સાથે ક્ષમતા નિર્માણ અને માનવ સંસાધન વિકાસ પર વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ / વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (DSIR/CSIR) યોજનાને મંજૂરી આપી છે.