ભારતના પ્રધાનમંત્રીની ભૂટાનની રાજકીય મુલાકાત અંગે સંયુક્ત પ્રેસ રીલીઝ
November 12th, 10:00 am
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી 11 નવેમ્બર 2025ના રોજ ચાંગલિમિથાંગ ખાતે મહામહિમ ચતુર્થ દ્રુક ગ્યાલ્પોની 70મી જન્મજયંતિની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભૂટાનના લોકો સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી મોદીએ થિમ્પુમાં ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. ભૂટાનના રાજા મહામહિમએ ઉત્સવ દરમિયાન જાહેર શ્રદ્ધા માટે થિમ્પુમાં ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષની હાજરીની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી ભૂટાનના રાજાને મળ્યા
November 11th, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની રાજધાની થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને મળ્યા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મહામહિમ રાજાએ દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.નવાવર્ષના અવસરે પ્રધાનમંત્રીએ ટેલિફોન પર વાતચીત કરી
January 01st, 05:38 pm
નવા વર્ષ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જીગ્મે ખેસર નામગેલ વાંગચક, કિંગડમ ઓફ ભુતાનના ધ્રુક ગ્યાલ્પો અને ભુતાનના પ્રધાનમંત્રીશ્રી લ્યોનશેન (ડો.) લોટયે શેરીંગ, સાથે તેમજ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રીમહિન્દા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી.શેખ હસીના અને શ્રી નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી, સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી