પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નામિબિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
July 09th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નામિબિયાની તેમની સત્તાવાર મુલાકાત પર રાજધાની વિન્ડહોક સ્થિત સ્ટેટ હાઉસ ખાતે નામિબિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા. રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહે પ્રધાનમંત્રી મોદીનું સ્ટેટ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા નામિબિયાની આ પહેલી મુલાકાત છે. આ વર્ષે માર્ચમાં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ દ્વારા નામિબિયાની આ પહેલી દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત પણ છે.પ્રધાનમંત્રીએ હીરોઝ એકર સ્મારક ખાતે નામિબિયાના સ્થાપક પિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. સેમ નુજોમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 09th, 07:42 pm
પ્રધાનમંત્રીએ ડૉ. સેમ નુજોમાને એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે યાદ કર્યા હતા, જેમણે નામિબિયાની સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. સ્વતંત્ર નામિબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉ. નુજોમાએ દેશના રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરણાદાયી યોગદાન આપ્યું હતું. તેમનો વારસો વિશ્વભરના લોકોને પ્રેરણા આપે છે.