‘મન કી બાત’ના 135મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.06.2026)
June 28th, 11:30 am
નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વિતવામાં છે. આ છ મહિનાઓમાં આપણે 'મન કી બાત'માં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ, દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ, દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌ સેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌ સેનાના બેડામાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફૅક્ચરિંગ સુધી, બધું જ સ્વદેશી છે.પ્રધાનમંત્રીએ ડોમિનિકાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 09:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
November 21st, 05:39 am
કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.પ્રધાનમંત્રી 16મી ફેબ્રુઆરીના રોજ TERIની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કરશે
February 15th, 11:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં વિડિયો સંદેશ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરશે.