ભારત-ન્યુઝીલેન્ડ બિઝનેસ ઇવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 08:20 am
ઓકલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને મને ખૂબ આનંદ થાય છે. હું પ્રધાનમંત્રી લક્સનનો તેમના સકારાત્મક વિચારો અને ભારત પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા બદલ ખાસ આભાર વ્યક્ત કરું છું.Prime Minister addresses business leaders in New Zealand
July 11th, 08:16 am
PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 10:10 am
મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધવાનું છે. આ નવી સફ્રાન સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ વિશ્વમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી કરશે. હું આપ સૌ, અને હમણાં 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યો હતો. હું તેમને પહેલા પણ મળ્યો છું, અને દરેક ચર્ચામાં, મેં ભારત પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ અને આશાવાદ જોયો છે. મને આશા છે કે ભારતમાં સફ્રાનનું રોકાણ પણ આજ ગતિએ ચાલુ રહેશે. આજે, હું ટીમ સફ્રાનને આ સુવિધા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
November 26th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઉભી કરશે. તેમણે યાદ કર્યું કે તેઓ 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યા હતા અને કહ્યું કે અગાઉની દરેક વાતચીતમાં, તેમણે ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને આશાવાદ જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં સફ્રાનનું રોકાણ આ ગતિએ ચાલુ રહેશે. શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ ટીમ સફ્રાન ને આ નવી સુવિધા માટે અભિનંદન આપ્યા.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટના પૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 02nd, 05:34 pm
હું IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં આપ સૌનું ભારતમાં સ્વાગત કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યક્રમ 4 દાયકા પછી ભારતમાં થઈ રહ્યો છે. આ 4 દાયકામાં, ભારતમાં ઘણું બદલાયું છે. આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. ગ્લોબલ એવિએશન ઇકો-સિસ્ટમમાં, આપણે માત્ર એક વિશાળ બજાર જ નથી, પરંતુ પોલિસી લીડરશીપ, ઇનોવેશન અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનું પ્રતીક પણ છીએ. આજે ભારત ગ્લોબલ સ્પેસ-એવિએશન કન્વર્જન્સમાં ઉભરતો નેતા છે. છેલ્લા દાયકામાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક ઉડાનથી તમે બધા સારી રીતે વાકેફ છો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સમિટના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું
June 02nd, 05:00 pm
વિશ્વ કક્ષાના હવાઈ માળખાગત સુવિધાઓ વિકસાવવા અને કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM) અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS)ના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ મહેમાનોનું સ્વાગત કરતાં, ચાર દાયકા પછી ભારતમાં આ કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ સમયગાળા દરમિયાન ભારતમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર ભાર મૂક્યો અને કહ્યું કે આજનું ભારત પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસપૂર્ણ છે. તેમણે વૈશ્વિક ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા માત્ર એક વિશાળ બજાર તરીકે જ નહીં પરંતુ નીતિ નેતૃત્વ, નવીનતા અને સમાવિષ્ટ વિકાસના પ્રતીક તરીકે પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, આજે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે, તેમણે નોંધ્યું હતું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી છે, જે સારી રીતે ઓળખાય છે.