પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા
July 29th, 06:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ જ નહીં, પણ ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે.પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા
July 28th, 06:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા છે. “કોનેરુ હમ્પીએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન પણ અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ”, શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલમાં શાનદાર જીત બદલ દિવ્યા દેશમુખને અભિનંદન પાઠવ્યા
June 19th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ચેસ ખેલાડી દિવ્યા દેશમુખને આજે લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલના બીજા તબક્કામાં વિશ્વ નંબર 1 હોઉ યિફાન પર ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા.