Prime Minister holds official talks with President of Indonesia

July 07th, 02:51 pm

During his visit to Indonesia, PM Modi held talks with President Prabowo Subianto. The two leaders reviewed the full spectrum of the India-Indonesia Comprehensive Strategic Partnership, exchanged views on issues of mutual interest and reaffirmed their commitment to a free, open and rules-based Indo-Pacific. President Prabowo also conveyed his country's full support for India's BRICS Presidency in 2026.

રાજસ્થાનના બાલોત્રામાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 12:50 pm

મને જણાવવામાં આવ્યું છે કે આજે રાજસ્થાનમાં 10-12 હજાર સ્થળો પર લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો એકઠા થયા છે, અને હમણાં હું સ્ક્રીન પર પણ જોઈ રહ્યો હતો, જ્યાં પણ નજર કરું, લોકો જ લોકો દેખાઈ રહ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી રાજસ્થાનના ખૂણે-ખૂણામાંથી જોડાયેલા, મારા તમામ રાજસ્થાનના ભાઈઓ અને બહેનોને પણ હું અહીંથી પ્રણામ કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો

July 04th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે વિકાસની પહેલો માટે અત્યંત સહયોગી સૂર સેટ કર્યો હતો. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જનતા પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ આ વિશાળ જનમેદનીને વર્તમાન શાસનની નીતિઓનું જોરદાર સમર્થન ગણાવ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અપાર સમર્થન માટે હું રાજસ્થાનની ભૂમિનો સંપૂર્ણપણે ઋણી છું, જે અમારી સરકારના પ્રયાસોમાં તમારો સર્વોચ્ચ વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

June 30th, 09:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 28th, 05:00 pm

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 18th, 11:41 pm

જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

June 18th, 09:30 pm

પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.

G7 સમિટ અંતર્ગત પ્રધાનમંત્રીએ યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

June 17th, 12:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટ અંતર્ગત યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. 2026માં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી, જે ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતી અને જીવંતતા દર્શાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર સાથે ટેલિફોન પર વાતચીત કરી

June 09th, 03:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈત રાજ્યના અમીર, મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

યુ.એસ. વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

May 23rd, 04:20 pm

યુ.એસ. વિદેશમંત્રીએ, મહામહિમ શ્રી માર્કો રૂબિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત અંગે સંયુક્ત નિવેદન

May 22nd, 09:31 pm

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે 20-23 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે યુરોપિયન યુનિયનની કાઉન્સિલના સાયપ્રસના અધ્યક્ષપદ દરમિયાન થઈ રહી છે.

ઇટાલીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન

May 20th, 05:00 pm

ભારતમાં હાજર 800 થી વધુ ઇટાલિયન કંપનીઓ ભારતની વિકાસ ગાથા (ગ્રોથ સ્ટોરી) માં સક્રિય ભાગીદાર બની રહી છે. આજે આયોજિત કરવામાં આવી રહેલા બિઝનેસ ફોરમ પરથી એ સ્પષ્ટ છે કે બંને દેશોના બિઝનેસ લીડર્સમાં એક નવો ઉત્સાહ, નવો આત્મવિશ્વાસ (કોન્ફિડન્સ) અને નવી મહત્વાકાંક્ષા (એમ્બિશન) છે. ઇટાલી વિશ્વમાં ડિઝાઇન અને પ્રિસિઝન (ચોકસાઈ) માટે જાણીતું છે.

નોર્વેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

May 18th, 04:44 pm

નોર્વેની યાત્રા કરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ દેશ નેચર (પ્રકૃતિ) અને હ્યુમન પ્રોગ્રેસ (માનવ પ્રગતિ) વચ્ચે હાર્મની (સામંજસ્ય) નું એક સુંદર ઉદાહરણ છે.

ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું

May 17th, 03:45 am

નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.

રશિયાના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

May 14th, 04:43 pm

રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી, મહામહિમ શ્રી સર્ગેઈ લેવરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ યુએઈ (UAE) પર થયેલા હુમલાની નિંદા કરી, શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

May 05th, 01:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોને ઈજા થઈ છે.

ભારત-ROK સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે સંયુક્ત વ્યૂહાત્મક વિઝન

April 20th, 10:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ મહામહિમ લી જે મ્યુંગે 19 થી 21 એપ્રિલ 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે કોઈ કોરિયન રાષ્ટ્રપતિ દ્વારા પદ સંભાળ્યા પછી ભારતની સૌથી વહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને કોરિયન કંપનીઓના અગ્રણી CEOs સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 02:15 pm

હું સન્માનિત સદનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારત સામે આવેલા પડકારો પર વાત રાખવા માટે ઉપસ્થિત થયો છું. આ સમયે પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે. વીતેલા બે-ત્રણ અઠવાડિયામાં, જયશંકરજીએ અને હરદીપ પુરીજીએ આ વિષય પર સદનને જરૂરી જાણકારી આપી છે. હવે આ સંકટને 3 અઠવાડિયાથી વધુ સમય થઈ રહ્યો છે. આની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર, લોકોના જીવન પર, ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે, તેથી આખી દુનિયા આ સંકટના વહેલામાં વહેલી તકે સમાધાન માટે તમામ પક્ષોને આગ્રહ પણ કરી રહી છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું લોકસભામાં સંબોધન

March 23rd, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારત સામે ઉભા થયેલા વ્યાપક પડકારો અંગે લોકસભાને સંબોધિત કરી હતી. એ વાતની નોંધ લેતા કે સંકટ હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી યથાવત્ છે, જેના વૈશ્વિક અર્થતંત્ર અને માનવ જીવન માટે ગંભીર વિપરીત પરિણામો આવ્યા છે, પ્રધાનમંત્રીએ ઉકેલની તાકીદ પર ભાર મૂક્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આખું વિશ્વ તમામ પક્ષોને આ સંકટના વહેલામાં વહેલી તકે ઉકેલ માટે વિનંતી કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી

March 19th, 07:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રદેશમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે જોર્ડનના રાજા હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II (King Abdullah II) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.