ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું
May 17th, 03:45 am
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 16th, 01:30 pm
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા
May 16th, 01:20 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટના છઠ્ઠા સંસ્કરણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 02:51 pm
મહામહિમ, પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર, RBI ગવર્નર, ફિનટેક જગતના ઈનોવેટર્સ, લીડર્સ અને રોકાણકારો, દેવીઓ અને સજ્જનો! મુંબઈમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં સંબોધન
October 09th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025ને સંબોધિત કર્યું હતું. મુંબઈમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા શ્રી મોદીએ મુંબઈને ઊર્જાનું શહેર, સાહસનું શહેર અને અનંત સંભાવનાઓનું શહેર ગણાવ્યું હતું. તેમણે તેમના મિત્ર, પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કીર સ્ટાર્મરનું વિશેષ સ્વાગત કર્યું હતું અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં તેમની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમય કાઢ્યો હોવાની નોંધ લીધી હતી.