કેબિનેટે કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા 3 પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી આપી
August 27th, 04:50 pm
ઉપરોક્ત પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મુસાફરો અને માલસામાન બંનેના સરળ અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાનો છે. આ પહેલો કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીની સુવિધામાં સુધારો કરશે ઉપરાંત લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે અને ઓઈલ આયાત પર નિર્ભરતા ઘટાડશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સ CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, જેનાથી ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો મળશે. આ પ્રોજેક્ટ્સ તેના બાંધકામ દરમિયાન લગભગ 251 (બેસો એકાવન) લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારી પણ ઉત્પન્ન કરશે.