નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 10:24 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી
June 22nd, 08:00 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.દિલ્હી-એનસીઆર વિસ્તારમાં જૂની ટ્રકો અને બસોને બદલવા માટે એનસીઆરપીબી (NCRPB)ને સહાય પૂરી પાડવાની યોજનાને કેબિનેટે મંજૂરી આપી
June 03rd, 03:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ પરિવહન (ક્લીનર મોબિલિટી)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે એક ઐતિહાસિક બે વર્ષની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) અંતર્ગત નેશનલ કેપિટલ રીજન પ્લાનિંગ બોર્ડ (NCRPB) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય (MoPNG) દ્વારા તેનો અમલ કરવામાં આવશે. આ યોજના દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી લાગુ કરવામાં આવશે.