હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 12:00 pm
હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો. હરિયાણા કે મેરે ભાઈ-બેહણા ને મોદી કી રામ રામ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
April 14th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે છે.આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે
April 12th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.