દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
March 12th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, 1930માં આજના દિવસે શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી.દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
April 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.મહાકુંભ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 18th, 01:05 pm
હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર વક્તવ્ય આપવા ઉપસ્થિત થયો છું. આજે આ ગૃહ દ્વારા હું કરોડો દેશવાસીઓને કોટિ-કોટિ નમન કરું છું, જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ ફાળો આપ્યો છે. હું સરકાર, સમાજ અને બધા કર્મયોગીઓને અભિનંદન આપું છું. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભના સફળ સમાપન પર લોકસભાને સંબોધન કર્યું
March 18th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના અસંખ્ય નાગરિકોને હૃદયપૂર્વક વંદન કર્યા હતા, જેમના પ્રયત્નોથી મહાકુંભની ભવ્ય સફળતા સુનિશ્ચિત થઈ હતી. મહાકુંભને સફળ બનાવવામાં વિવિધ વ્યક્તિઓ અને જૂથોના સામૂહિક યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે સરકાર, સમાજ અને તેમાં સામેલ તમામ સમર્પિત કાર્યકરોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં લોકો અને ખાસ કરીને પ્રયાગરાજનાં નાગરિકોનો અમૂલ્ય સાથ-સહકાર અને સહભાગીતા બદલ સમગ્ર દેશનાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો હતો.દાંડી કૂચમાં ભાગ લેનારાઓને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
March 12th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક નિર્ણાયક પ્રકરણ, ઐતિહાસિક દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની દાંડી કૂચે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી. શ્રી મોદીએ કહ્યું, દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત, બલિદાન અને સત્ય અને અહિંસા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢી દર પેઢી પ્રેરણા આપતી રહેશે.