રાજકોટ, ગુજરાતમાં બહુવિધ વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ
July 27th, 04:00 pm
અત્યારે વિજય પણ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ ધ્યાન આપી રહ્યો છું કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજા ન હોય, રજા ન હોય અને બપોર હોય; ત્યાં આવી વિશાળ જાહેરસભા. આજે રાજકોટે રાજકોટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નહીં તો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ સાંજે 8 પછી ઠીક રહેશે અને રાજકોટને તો ગમે તેમ કરીને બપોરે સૂવાનો સમય જોઈએને.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કર્યું
July 27th, 03:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. 860 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સૌની યોજના લિન્ક 3 પેકેજ 8 અને 9, દ્વારકા ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા (આરડબલ્યુએસએસ)નું અપગ્રેડેશન, ઉપરકોટ કિલ્લાનાં પ્રથમ અને બીજા તબક્કાનું સંરક્ષણ, જીર્ણોદ્ધાર અને વિકાસ સામેલ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. પ્રધાનમંત્રીએ નવા ઉદ્ઘાટન પામેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની વોકથ્રુ પણ લીધી હતી.‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રીએ ચક્રવાત 'બિપરજોય' અંગેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
June 12th, 04:23 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે તોળાઈ રહેલા ચક્રવાત ‘બિપરજોય’ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તેમજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.