Prime Minister shares glimpses of Raksha Bandhan celebrations at 7, Lok Kalyan Marg
August 28th, 01:37 pm
PM Modi shared memorable moments from the Raksha Bandhan celebrations at 7, Lok Kalyan Marg. He wished that the festival further strengthens bonds of affection and harmony while bringing happiness, prosperity and joy to everyone.Visit of Prime Minister Shri Narendra Modi to Uzbekistan and Kyrgyz Republic
August 27th, 05:14 pm
At the invitation of Uzbekistan President Shavkat Mirziyoyev, PM Modi will visit Uzbekistan from 29-30 August . During the visit, he will hold delegation-level talks with President Mirziyoyev, advancing the shared developmental visions of Viksit Bharat 2047 and Uzbekistan-2030. Later, at the invitation of Kyrgyz Republic President Sadyr Zhaparov, PM Modi will travel to Bishkek to participate in the 26th SCO Summit on 31 August – 1 September 2026. He will also attend the Opening Ceremony of the 6th World Nomad Games.પ્રધાનમંત્રીએ શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 27th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી એ. બાલકૃષ્ણનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સમાજમાં શ્રી બાલકૃષ્ણનજીના નોંધપાત્ર યોગદાનને યાદ કરતાં નોંધ્યું હતું કે તેમણે તેમના જીવનના પાંચ દાયકાથી વધુ સમય સ્વામી વિવેકાનંદના આદર્શો અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યા હતા. શ્રી મોદીએ નોંધ્યું કે, તેમને ઉત્તર-પૂર્વ સાથે વિશેષ ગાઢ સંબંધ હતો. તેમણે શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્ર-નિર્માણની પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીની શુભેચ્છાઓ પાઠવી
August 26th, 10:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ ઓણમની શુભેચ્છા પાઠવી
August 26th, 09:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ઓણમ એક જીવંત તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમણે શુભેચ્છા પાઠવી કે આ તહેવાર સમાજમાં ખુશી, એકતા અને સમૃદ્ધિની ભાવનાને વધુ મજબૂત બનાવે.2025 બેચના IFS ઓફિસર ટ્રેઇનીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 24th, 07:13 pm
ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS)ની 2025 બેચના ઓફિસર ટ્રેઇનીઓએ આજે અગાઉ સેવા તીર્થ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ જૂથમાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવતા 50 IFS ઓફિસર ટ્રેઇનીઓ સામેલ હતા.પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
August 20th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી
August 15th, 12:51 pm
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરબિંદોને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 15th, 10:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી અરબિંદોને તેમની જન્મજયંતીના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ઉત્કૃષ્ટ દાર્શનિક, રાષ્ટ્રવાદી, કવિ અને વિચારક શ્રી અરબિંદોએ પોતાનું જીવન ભારતની સ્વતંત્રતા તેમજ માનવ પ્રગતિની વ્યાપક શોધ માટે સમર્પિત કર્યું હતું.ભારતના CWG ચેમ્પિયન્સ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
August 10th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો
August 10th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લા એક દાયકામાં ભારતીય રમતગમતના બદલાતા પરિદ્રશ્યનું અવલોકન કર્યું હતું અને હાઇલાઇટ કર્યું હતું કે તેમના 12 થી 13 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રમતવીરોનું સ્વાગત કરવું એ એક નિયમિત અને પ્રિય પરંપરા રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ માટે સતત વિજય મેળવવામાં ભારતીય રમતવીરોના સમર્પિત પ્રયાસો અને સતત સફળતાઓ નિયમિત પ્રમોશનલ સલાહ કરતાં યુવા શાળાના વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે પ્રેરણા આપે છે. શાળાઓમાં જઈને આપણે જે કહી શકીએ તેના કરતાં તમારો મેડલ તેમને વધુ પ્રેરણા આપે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી
August 07th, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતની સમૃદ્ધ અને જીવંત હાથશાળ વિરાસતની ઉજવણી કરી હતી. તેમણે દેશના વણકરો અને કારીગરોના કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમર્પણને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને નોંધ્યું હતું કે પેઢીઓથી તેઓએ તેમની કારીગરી દ્વારા ભારતની કાલાતીત પરંપરાઓને જાળવી રાખી છે અને સમૃદ્ધ બનાવી છે.'નશા મુક્ત યુવાનો માટે વિકસિત ભારત સંકલ્પ અભિયાન'ના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધનનો મૂળપાઠ
August 02nd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો
August 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવ્યો છે. એક વિશાળ દેશવ્યાપી વિડિયો કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રીએ 28,000 થી વધુ સ્થળોએથી જોડાયેલા એક કરોડથી વધુ યુવા નાગરિકો સહિત વિવિધ સભાનું ઔપચારિક સ્વાગત કર્યું. આ ક્ષણના સામૂહિક મહત્વ પર ભાર મૂકતા, તેમણે આ સભાને એક ગહન રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તરીકે વર્ણવી. આજે, આપણે સૌ દેશવાસીઓ એક મહાન અને મહત્વપૂર્ણ સંકલ્પ માટે એકજૂથ થયા છીએ, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી 2 ઓગસ્ટે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે
August 01st, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશા મુક્ત યુવા’નો પ્રારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને નશાના સેવનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો અને તેમને તેમના સમુદાયોમાં સકારાત્મક સામાજિક પરિવર્તનના દૂત બનવા પ્રોત્સાહિત કરવાનો છે.Prime Minister extends greetings on Global Tiger Day, reaffirms commitment to tiger conservation
July 29th, 09:58 am
The Prime Minister, Shri Narendra Modi, has extended greetings to all wildlife enthusiasts on Global Tiger Day.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.