પુડુચેરીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 12:00 pm
પુડુચેરીના મુખ્યમંત્રી, શ્રી એન. રંગાસામી, મારા કેન્દ્રીય કેબિનેટ સાથી, શ્રી મનસુખ માંડવિયા, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, શ્રી કે. કૈલાશનાથન, સ્પીકર, શ્રી આર. સેલ્વમ, ગૃહ મંત્રી, શ્રી એ. નમસ્સીવાયમ, અન્ય નેતાઓ, પુડુચેરીના મારા વહાલા બહેનો અને ભાઈઓ, વણક્કમ!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
March 01st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ગતિશીલતા (મોબિલિટી) સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.ચેન્નઇમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન/ અર્પણ/ શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
February 14th, 11:31 am
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસનું પ્રતીક સમાન છે. વળી આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, તાંજોર અને પુડુક્કોટ્ટાઈને ખાસ લાભ થશે, કારણ કે આજે 636 કિલોમીટર લાંબી ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમનું આધુનિકીકરણ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આની લાંબા ગાળે બહુ મોટી અસર થશે. એનાથી 2.27 લાખ એકર જમીન માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે. શ્રી મોદીએ તમિલનાડુના ખેડૂતોની રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરવા અને જળ સંસાધનોનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રાન્ડ એનિકટ આપણા ભવ્ય ભૂતકાળનું પ્રતીક છે. આ આપણા દેશના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યાંક માટે પણ પ્રેરણારૂપ છે. તમિલ કવિ અવ્વૈયરને ટાંકીને પ્રધાનમંત્રીએ જળનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ફક્ત રાષ્ટ્રીય સમસ્યા નથી, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેમણે બુંદ દીઠ વધારે પાકના મંત્રને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં વિવિધ મુખ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું
February 14th, 11:30 am
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ નવીનતા અને સ્વદેશી વિકાસનું પ્રતીક સમાન છે. વળી આ બધા પ્રોજેક્ટ તમિલનાડુના વિકાસને વેગ આપશે.” તેમણે જણાવ્યું હતું કે, તાંજોર અને પુડુક્કોટ્ટાઈને ખાસ લાભ થશે, કારણ કે આજે 636 કિલોમીટર લાંબી ગ્રાન્ડ એનિકટ કેનાલ સિસ્ટમનું આધુનિકીકરણ કરવા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આની લાંબા ગાળે બહુ મોટી અસર થશે. એનાથી 2.27 લાખ એકર જમીન માટે સિંચાઈની સુવિધામાં વધારો થશે. શ્રી મોદીએ તમિલનાડુના ખેડૂતોની રેકોર્ડ અનાજનું ઉત્પાદન કરવા અને જળ સંસાધનોનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગ્રાન્ડ એનિકટ આપણા ભવ્ય ભૂતકાળનું પ્રતીક છે. આ આપણા દેશના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યાંક માટે પણ પ્રેરણારૂપ છે. તમિલ કવિ અવ્વૈયરને ટાંકીને પ્રધાનમંત્રીએ જળનું સંરક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ફક્ત રાષ્ટ્રીય સમસ્યા નથી, પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેમણે બુંદ દીઠ વધારે પાકના મંત્રને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.