ચંદીગઢ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 17th, 02:08 pm
સાથીઓ, વિતેલા વર્ષોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ પાર્કિંગ અને ડિજિટલ ગવર્નન્સ, ચંદીગઢને હાઇટેક બનાવવા માટે આવા કેટલાય પ્રોજેક્ટ્સ પર કામ થયું છે. અઢી હજાર કરોડથી વધુ રૂપિયા આ મિશનમાં ખર્ચાયા છે. આજે પણ અહીં હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા વિકાસના કેટલાય કાર્યો શરૂ થઈ રહ્યા છે. હું આના માટે તમામ ચંદીગઢ વાસીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
July 17th, 01:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વ્યવસ્થિત રાષ્ટ્રીય પ્રગતિ માટેના એક અનુકરણીય મોડેલ તરીકે આ શહેરના વિશિષ્ટ દરજ્જા પર પ્રકાશ પાડતા, તેમણે વધુ સારી જીવનશૈલી અને જીવનની સરળતા (ઇઝ ઓફ લિવિંગ) સુનિશ્ચિત કરવા માટેની તેની પ્રતિષ્ઠા પર ભાર મૂક્યો હતો. આ પ્રદેશ પર મા ચંડીની દૈવી કૃપાનો સ્વીકાર કરતા, તેમણે તેના સતત, માળખાકીય વિકાસ માટે શાસક વહીવટીતંત્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચંદીગઢનો વિકાસ હંમેશા વર્તમાન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યો છે, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
June 28th, 02:02 pm
અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી
May 31st, 11:30 am
મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 23rd, 02:15 pm
હું સન્માનિત સદનમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારત સામે આવેલા પડકારો પર વાત રાખવા માટે ઉપસ્થિત થયો છું. આ સમયે પશ્ચિમ એશિયાની હાલત ચિંતાજનક છે. વીતેલા બે-ત્રણ અઠવાડિયામાં, જયશંકરજીએ અને હરદીપ પુરીજીએ આ વિષય પર સદનને જરૂરી જાણકારી આપી છે. હવે આ સંકટને 3 અઠવાડિયાથી વધુ સમય થઈ રહ્યો છે. આની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર, લોકોના જીવન પર, ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે, તેથી આખી દુનિયા આ સંકટના વહેલામાં વહેલી તકે સમાધાન માટે તમામ પક્ષોને આગ્રહ પણ કરી રહી છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું લોકસભામાં સંબોધન
March 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારત સામે ઉભા થયેલા વ્યાપક પડકારો અંગે લોકસભાને સંબોધિત કરી હતી. એ વાતની નોંધ લેતા કે સંકટ હવે ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી યથાવત્ છે, જેના વૈશ્વિક અર્થતંત્ર અને માનવ જીવન માટે ગંભીર વિપરીત પરિણામો આવ્યા છે, પ્રધાનમંત્રીએ ઉકેલની તાકીદ પર ભાર મૂક્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આખું વિશ્વ તમામ પક્ષોને આ સંકટના વહેલામાં વહેલી તકે ઉકેલ માટે વિનંતી કરી રહ્યું છે.ગુવાહાટી, આસામમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 13th, 05:30 pm
મુર મરોમોર ગુવાહાટી બાશી રાઈઝ, આપુનાલોકક મોઈ મુર, આંતોરિક નમોશ્કાર જોનાઈશુ। આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, ઉપસ્થિત રાજ્ય સરકારના તમામ મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેશભરમાંથી ટેકનોલોજીના માધ્યમથી, આ કાર્યક્રમમાં જોડાયેલા આપણા તમામ અન્નદાતા સાથી, ટી-ગાર્ડનમાં કામ કરતા મારા ભાઈ-બહેન, અને હું જોઈ રહ્યો છું કે ઘણા સિનિયર આપણા તમામ મુખ્યમંત્રીજી પણ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા છે, મારા સૌને નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી, આસામમાં ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો; દેશભરના કરોડો ખેડૂતોને ₹18,000 કરોડથી વધુની PM કિસાન સન્માન નિધિ જાહેર
March 13th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટી, આસામમાં આશરે ₹1,94,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ ગુવાહાટીમાં એક ભવ્ય જનસભાને સંબોધિત કરી અને શહેરના લોકોને હાર્દિક અભિવાદન પાઠવ્યું. તેમણે દેશભરમાંથી જોડાયેલા ખેડૂતો તેમજ ચાના બગીચાઓમાં કામ કરતા ભાઈઓ અને બહેનોનું પણ અભિવાદન કર્યું. પ્રધાનમંત્રીએ નવરાત્રિની પૂર્વ સંધ્યાએ મા કામાખ્યાની પવિત્ર ભૂમિ પર હોવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મને નવરાત્રિ શરૂ થાય તે પહેલાં મા કામાખ્યાની આ પવિત્ર ભૂમિ પર તમારા દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે, શ્રી મોદીએ કહ્યું.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉત્તરનો મૂળપાઠ
February 05th, 05:35 pm
વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જવાબ
February 05th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આભાર પ્રસ્તાવના સમર્થનમાં તેમની લાગણીઓ વ્યક્ત કરવી એ તેમનું સૌભાગ્ય છે. તેમણે નોંધ્યું કે વીતેલું વર્ષ વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં ઝડપી પ્રગતિનું વર્ષ રહ્યું છે, જેમાં દરેક ક્ષેત્રમાં અને સમાજના તમામ વર્ગોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, કારણ કે રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે રાષ્ટ્રપતિએ આ વિષયોને સંવેદનશીલતા અને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા છે.નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 19th, 08:11 pm
આજે પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટનો સમાપન દિવસ છે. છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત દવા ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતોએ ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો છે. મને આનંદ છે કે ભારત આ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે, અને WHO એ પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી છે. આ સફળ કાર્યક્રમ માટે હું WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને અહીં હાજર રહેલા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો
December 19th, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના પુનર્ગઠન અને ધિરાણ સમયગાળાને 31.12.2024 પછી લંબાવવાની મંજૂરી આપી
August 27th, 02:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી શેરી વિક્રેતાની આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાના 31.12.2024 પછી ધિરાણ સમયગાળાનું પુનર્ગઠન અને વિસ્તરણ ને મંજૂરી આપી છે. ધિરાણ સમયગાળો હવે 31 માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવ્યો છે. આ યોજના માટે કુલ ખર્ચ ₹7,332 કરોડ છે. પુનર્ગઠિત યોજનાનો હેતુ 50 લાખ નવા લાભાર્થીઓ સહિત 1.15 કરોડ લાભાર્થીઓને લાભ આપવાનો છે.પ્રધાનમંત્રી મોદીનું 79મા સ્વતંત્રતા દિવસનું ભાષણ: 2047 માટે વિકસિત ભારતનું વિઝન
August 15th, 11:58 am
79મા સ્વતંત્રતા દિવસ પર, પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પરથી તેમનું સૌથી લાંબુ અને નિર્ણાયક ભાષણ આપ્યું, જે 103 મિનિટ ચાલ્યું અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે એક બોલ્ડ રોડમેપ રજૂ કર્યો. આત્મનિર્ભરતા, નવીનતા અને નાગરિક સશક્તિકરણ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ ભારતની એક આશ્રિત રાષ્ટ્રથી વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસ, તકનીકી રીતે અદ્યતન અને આર્થિક રીતે સ્થિતિસ્થાપક દેશ બનવાની સફર પર પ્રકાશ પાડ્યો.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય
April 05th, 11:30 am
આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
March 12th, 06:07 am
10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
March 11th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme
January 22nd, 01:14 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App
January 22nd, 01:00 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
January 15th, 11:08 am
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.