વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
December 08th, 12:30 pm
હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે ‘વંદે માતરમ્’નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી
December 08th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કરવા બદલ ગૃહના તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે વંદે માતરમ, જે મંત્ર અને આહ્વાનથી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામને ઊર્જા અને પ્રેરણા મળી, જેણે બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તેને આજે યાદ કરવામાં આવી રહ્યું છે અને તે ગૃહમાં હાજર સૌના માટે એક મહાન સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે રાષ્ટ્ર વંદે માતરમના 150 વર્ષના ઐતિહાસિક અવસરનો સાક્ષી બની રહ્યું છે તે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ લાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો સૌ સામૂહિક રીતે તેનો સારો ઉપયોગ કરશે, તો આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં દર્શાવે પણ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ સેવા આપી શકે છે.'મન કી બાત' લોકોના સામૂહિક પ્રયાસોને લોકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે: પીએમ મોદી
November 30th, 11:30 am
આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ નવેમ્બર મહિનાના મુખ્ય કાર્યક્રમો વિશે વાત કરી, જેમાં બંધારણ દિવસની ઉજવણી, વંદે માતરમની 150મી વર્ષગાંઠ, અયોધ્યામાં ધર્મ ધ્વજ ફરકાવવો, INS માહેની ભાગીદારી અને કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો સમાવેશ થાય છે. તેમણે રેકોર્ડ અનાજ અને મધ ઉત્પાદન, ભારતની રમતગમત સફળતા, મ્યુઝિયમ અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ દરેકને કાશી-તમિલ સંગમમનો ભાગ બનવાની અપીલ કરી.પ્રધાનમંત્રીએ બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો
November 26th, 10:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ ખૂબ ગર્વ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ સંવિધાન સદનના સેન્ટ્રલ હૉલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
November 26th, 09:28 pm
આજે વહેલી સવારે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હૉલમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.બંધારણ દિવસ નિમિત્તે PMOના અધિકારીઓએ બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું
November 26th, 09:25 pm
બંધારણ દિવસના અવસરે, આજે વહેલી સવારે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં ભારતના બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ બંધારણ દિવસ પર ભારતના બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પી
November 26th, 10:15 am
બંધારણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના બંધારણના ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના વિઝન અને દ્રષ્ટિકોણને સ્વીકાર્યો, જે રાષ્ટ્રને વિકસિત ભારતના નિર્માણના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
November 25th, 04:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi
January 29th, 01:16 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign
January 29th, 01:15 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
December 29th, 11:30 am
મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી."ત્રણ નવા ફોજદારી કાયદા" ના સફળ અમલીકરણના સમર્પણ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 03rd, 12:15 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર શ્રી અમિત શાહ, ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયાજી, મારા સાથી રાજ્યસભાના સાંસદ સતનામ સિંહ સંધુજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સફળતાપૂર્વક અમલ દેશને સમર્પિત કર્યો
December 03rd, 11:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં ત્રણ પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શક્તિ અધિનિયમ – ના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ચંદીગઢની ઓળખ દેવી મા ચંડી સાથે સંકળાયેલી છે, જે સત્ય અને ન્યાયની સ્થાપના કરનારી સત્તાનું એક સ્વરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ ફિલસૂફી ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના સંપૂર્ણ બંધારણનો આધાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય બંધારણની ભાવનાથી પ્રેરિત થઈને ભારતીય ન્યાય સંહિતાનું અમલીકરણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી, કારણ કે દેશ વિકસિત ભારતનાં પ્રસ્તાવ સાથે આગળ વધવાનાં મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સાથે-સાથે ભારતીય બંધારણનાં 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા બંધારણમાં દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરવામાં આવી છે, તેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ એક નક્કર પ્રયાસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને હમણાં જ એની એક ઝલક જોવા મળી હતી કે, આ કાયદાનું જીવંત પ્રદર્શન કરીને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ લોકોને કાયદાનાં લાઇવ ડેમોની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે ત્રણ નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ પ્રસંગે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ચંદીગઢના વહીવટના તમામ હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓએ બંધારણ દિવસ પર પ્રસ્તાવના વાંચી
November 26th, 08:17 pm
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, ડૉ. પી.કે. મિશ્રા, PMOના અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આજે બંધારણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પ્રસ્તાવના વાંચી.સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 26th, 08:15 pm
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો
November 26th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ ન્યાયમૂર્તિ શ્રી બી. આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો
November 26th, 02:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી મોદીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને જ્ઞાનવર્ધક ગણાવીને વખાણ્યું હતું.પ્રધાનમંત્રીએ બંધારણ દિવસ અને બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
November 26th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ દિવસ અને બંધારણની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.પીએમ 26મી નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
November 25th, 08:11 pm
ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવાના મહત્વપૂર્ણ અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના વહીવટી ભવન સંકુલના ઓડિટોરિયમ ખાતે સાંજે લગભગ 5 વાગ્યે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ (2023-24) બહાર પાડશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ
July 03rd, 12:45 pm
રાષ્ટ્રપતિના સંબોધન માટે હું પણ આ ચર્ચામાં જોડાયો છું. રાષ્ટ્રપતિ મહોદયાના વક્તવ્યમાં દેશવાસીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન હતું અને એક રીતે સત્યના માર્ગે વળતર પણ મળ્યું.