પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 29 સપ્ટેમ્બર, 2018નાં રોજ પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનું ઉદઘાટન કરશે
September 28th, 12:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં પુનરુત્થાન માટે શિક્ષણ પર અકાદમિક નેતૃત્વ પરના સંમેલનનું ઉદઘાટન કરશે, જેમાં 350થી વધારે યુનિવર્સિટીઓનાં વાઇસ ચાન્સેલર્સ/ડાયરેક્ટર્સ સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન યુજીસી, એઆઇસીટીઇ, આઇસીએસએસઆર, આઇજીએનસીએ, ઇગ્નૂ, જેએનયુ અને એસજીટી યુનિવર્સિટીએ સંયુક્તપણે કર્યું છે.