ભારત – જર્મની સંયુક્ત નિવેદન
January 12th, 03:50 pm
ચાન્સેલર મર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી અને ફેડરલ ચાન્સેલર તરીકે તેમની એશિયાની પ્રથમ મુલાકાત હતી, જે ઈન્ડો-પેસિફિકમાં એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જર્મની ભારતને જે ઉચ્ચ અગ્રતા આપે છે તે પ્રતિબિંબિત કરે છે. આ મુલાકાત 25 ઓક્ટોબર 2024 ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી સફળ 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (IGC) પછી થઈ છે, અને તે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સફરના ઉચ્ચ બિંદુ પર આવી છે, જેમાં 2025માં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા છે, અને 2026માં રાજદ્વારી સંબંધોના 75 વર્ષની સ્મૃતિ ઉજવવામાં આવી રહી છે. બંને નેતાઓએ સરકાર, વ્યાપાર, નાગરિક સમાજ અને શિક્ષણ જગતમાં દ્વિપક્ષીય જોડાણમાં નવેસરથી આવેલી ગતિની સાચા દિલથી પ્રશંસા કરી હતી, જેણે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં અને ઊંડી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચીને અભિનંદન પાઠવ્યાં; ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના વધુ વિકાસની ચર્ચા કરી
October 29th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ સાને તાકાઈચી સાથે ઉષ્માભરી વાતચીત કરી.મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.પ્રધાનમંત્રીએ સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લોરેન્સ વોંગનો ભારત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માન્યો
September 04th, 01:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લોરેન્સ વોંગનો ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સિંગાપોર વિકસિત ભારત બનાવવા તરફની આપણી સફરમાં એક મૂલ્યવાન ભાગીદાર છે.પ્રધાનમંત્રીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત
August 31st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ 2025ના રોજ તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) લીડર્સ સમિટ દરમિયાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગને મળ્યા હતા.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય
August 05th, 11:06 am
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ બિન ઝાયેદે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
July 31st, 12:36 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોન પર વાત કરી હતી.