પ્રધાનમંત્રીએ શ્રી પિયુષ પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો

October 24th, 11:29 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જાહેરાત અને સંદેશાવ્યવહારના દિગ્ગજ શ્રી પિયુષ પાંડેના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમના હૃદયસ્પર્શી સંદેશમાં, પ્રધાનમંત્રીએ શ્રી પાંડેની અસાધારણ સર્જનાત્મકતા અને ભારતના જાહેરાત ઉદ્યોગમાં તેમના અપ્રતિમ યોગદાનને યાદ કર્યું.

દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 08th, 10:15 am

મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ને સંબોધિત કર્યું

October 08th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2025ના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ખાસ સંસ્કરણમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા શ્રી મોદીએ નોંધ્યું કે નાણાંકીય છેતરપિંડી નિવારણ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, 6G, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન અને સેમિકન્ડક્ટર સહિતના મહત્વપૂર્ણ વિષયો પર અનેક સ્ટાર્ટઅપ્સે રજૂઆત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રસ્તુતિઓ જોઈને તેમનો વિશ્વાસ મજબૂત થાય છે કે ભારતનું ટેકનોલોજીકલ ભવિષ્ય સક્ષમ હાથમાં છે. તેમણે આ કાર્યક્રમ અને તમામ નવી પહેલોને શુભેચ્છાઓ પાઠવી.

2024 બેચના IFS ઓફિસર તાલીમાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

August 19th, 08:34 pm

ભારતીય વિદેશ સેવા (IFS)ના 2024 બેચના ઓફિસર તાલીમાર્થીઓએ આજે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે મુલાકાત લીધી હતી. 2024ની બેચમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 33 IFS અધિકારી તાલીમાર્થીઓ છે.

પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન

June 18th, 12:32 pm

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં.

પ્રધાનમંત્રીએ અમદાવાદ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો, ઝડપી અને અસરકારક સહાયની ખાતરી આપી

June 12th, 04:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદમાં બનેલી દુ:ખદ ઘટના પર ઊંડો શોક અને આઘાત વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાએ રાષ્ટ્રને સ્તબ્ધ અને દુઃખી કર્યું છે અને તેને શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ ભારત સરકારના સચિવો સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

May 08th, 02:17 pm

રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય તૈયારી અને આંતર-મંત્રી સંકલનની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રીએ આજે ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

January 15th, 11:08 am

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા

January 15th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો

October 19th, 06:57 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

બીજી વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણીનો મૂળપાઠ

November 17th, 04:03 pm

140 કરોડ ભારતીયો વતી, હું બીજા વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ એ 21મી સદીની બદલાતી દુનિયાનું સૌથી અનોખું પ્લેટફોર્મ છે. ભૌગોલિક રીતે ગ્લોબલ સાઉથ હંમેશા રહ્યું છે. પરંતુ તેને આવો અવાજ પહેલીવાર મળી રહ્યો છે. અને આપણા બધાના સંયુક્ત પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. આપણે 100 થી વધુ વિવિધ દેશો છીએ, પરંતુ આપણી સમાન રુચિઓ છે, આપણી સમાન પ્રાથમિકતાઓ છે.

બેંગલુરુમાં વિકાસકીય પ્રોજેક્ટના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 02:46 pm

કરુનાડ, નન્ન પ્રીતિય, નમસ્કારગડુ, બેગલૂરિયન મહા જનતેગે, વિશેષવાદ નમસ્કારગડુ, કર્ણાટકા રાજ્યદ પાલિગે, ઇંદુ મહત્વદ દિનવાદિગે રાજ્યદલ્લિ, હલવારુ મૂલઊત સઉકર્ય, કલ્પિસુવ યોજનેહડન્નુ, જારી ગોડીસલુ નનગે બહડ, સંતોષ-વાગુત્તિદે. કર્ણાટકના રાજ્યપાલી શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બાસવરાજ જી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી પ્રહલાદ જોશી જી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ, બેંગલુરુના મારા તમામ બહેનો અને ભાઈઓ નમસ્કાર.

PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru

June 20th, 02:45 pm

The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.

ટેક્નોલોજી કાર્યક્ષમ વિકાસ વિષય પર કેન્દ્રીય બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 02nd, 10:49 am

તમે બધા જાણો છો કે છેલ્લા બે વર્ષથી અમે એક નવી પરંપરા શરૂ કરી છે. એક તો અમે બજેટ એક મહિના પહેલા જ પ્રીપોન કર્યું છે. અને બજેટ 1 એપ્રિલથી અમલમાં આવે છે, તેથી તે વચ્ચે અમને તૈયારી માટે બે મહિના મળે છે. અને અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે બજેટના પ્રકાશમાં ખાનગી, સાર્વજનિક, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સરકારના જુદા જુદા વિભાગો સાથે મળીને તમામ હિતધારકો બજેટના પ્રકાશમાં, આપણે કેવી રીતે શક્ય તેટલી ઝડપથી વસ્તુઓને જમીન પર ઉતારી શકીએ, કેવી રીતે એકીકૃત અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકીએ, અમે તેના પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, અમે આ જીતવા માટે તમારી પાસેથી સૂચનો મેળવીશું, તે સંભવતઃ સરકારને તેની નિર્ણય પ્રક્રિયાને પણ સરળ બનાવવા માટે મદદ કરશે.

પ્રધાનમંત્રીએ 'ટેક્નોલોજી સક્ષમ વિકાસ' પર વેબિનારને સંબોધન કર્યું

March 02nd, 10:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બજેટ પછીના વેબિનારોની શ્રેણીમાં સાતમા વેબિનારને સંબોધન કરીને હિસ્સેદારો સાથે પરામર્શ કરવા અને સમયબદ્ધ રીતે બજેટની થીમ્સને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવા પ્રોત્સાહિત કર્યા. બજેટના પ્રકાશમાં, અમે જોગવાઈઓને ઝડપથી, એકીકૃત રીતે અને શ્રેષ્ઠ પરિણામ સાથે કેવી રીતે અમલમાં મૂકી શકીએ તે સુનિશ્ચિત કરવા માટે આ એક સહયોગી પ્રયાસ છે,એમ તેમણે આ વેબિનર્સના તર્કને સમજાવતા કહ્યું.

કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 28th, 01:49 pm

ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું

December 28th, 01:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

PM’s remarks at review meeting with districts having low vaccination coverage

November 03rd, 01:49 pm

ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.

વેક્સિનેશનના નીચા દર ધરાવતા જિલ્લાઓ સાથે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠક યોજી

November 03rd, 01:30 pm

ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.

NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 17th, 12:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.