પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત
May 15th, 03:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન દ્વારા તેમનું સ્વાગત કરીને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.