પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અને પૂરથી પ્રભાવિત લોકો સાથે એકતા વ્યક્ત કરી; શક્ય તમામ સહાયની ખાતરી આપી

August 14th, 04:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી અને ત્યારબાદ આવેલા પૂર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાતરી આપી છે કે આફતથી પ્રભાવિત લોકોને સમયસર સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.