G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મેક્સિકોના રાષ્ટ્રપતિને મળ્યા
June 17th, 11:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કેનેડાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન મેક્સિકોના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ક્લાઉડિયા શેનબૌમ પાર્ડોને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ મેક્સિકોના રાષ્ટ્રપતિને તેમના ઐતિહાસિક વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.