પ્રધાનમંત્રી હિઝ હોલીનેસ મોરાન મોર ઇગ્નાશિયસ એફ્રેમ II, એન્ટિઓક અને ઓલ ધ ઇસ્ટના પેટ્રિઆર્ક સાથે મુલાકાત કરી
February 27th, 04:36 pm
પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું કે તેઓ હિઝ હોલીનેસ મોરાન મોર ઇગ્નાશિયસ એફ્રેમ II, એન્ટિઓક અને ઓલ ધ ઇસ્ટના પેટ્રિઆર્ક અને યુનિવર્સલ સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચના સર્વોચ્ચ વડાને મળીને સન્માનિત થયા છે.લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 25th, 06:16 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું
December 25th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોના સન્માનમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે આયોજિત આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે લખનૌની ધરતી નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. તેમણે રાષ્ટ્ર અને વિશ્વને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતમાં પણ લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિસમસની આ ઉજવણી દરેકના જીવનમાં ખુશીઓ લાવે, જે સૌની સામૂહિક ઈચ્છા છે.પ્રધાનમંત્રીએ ક્રિસમસની સવારની પ્રાર્થનામાં ભાગ લીધો
December 25th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની પ્રાર્થનામાં ભાગ લીધો. શ્રી મોદીએ કહ્યું, આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારાને પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ સિરો-માલાબાર ચર્ચના વડા સાથે મુલાકાત કરી
November 04th, 09:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલાંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો.પ્રધાનમંત્રીએ સૌને ઇસ્ટરની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
April 20th, 09:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બધાને ઇસ્ટરની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે નિમિત્તે દયા અને કરુણાના મૂલ્યો પર પ્રકાશ પાડ્યો
April 18th, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડ ફ્રાઈડેના શુભ અવસર પર ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાન પર ચિંતન કર્યું. તેમણે ભાર મૂક્યો કે આ દિવસ આપણને આપણા જીવનમાં દયા, કરુણા અને ઉદારતા સ્વીકારવાની યાદ અપાવે છે.પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
December 25th, 09:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીબીસીઆઈ ખાતે આયોજિત ક્રિસમસ કાર્યક્રમની ઝલક પણ શેર કરી.કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 09:24 pm
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો
December 23rd, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.પીએમ 23મી ડિસેમ્બરે CBCI સેન્ટર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે
December 22nd, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે.વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 06th, 02:38 pm
ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 06th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.7, લોક કલ્યાણ માર્ગ ખાતે નાતાલના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 25th, 02:28 pm
આ ખાસ અને પવિત્ર અવસર પર તમે બધા મારાં નિવાસસ્થાને આવ્યા છો તે મારા માટે ખૂબ જ આનંદદાયક છે. જ્યારે ઈન્ડિયન માઈનોરિટી ફાઉન્ડેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા સાથે મળીને નાતાલની ઉજવણી કરીએ, ત્યારે મેં તેમને કહ્યું કે મારે ત્યાં મનાવીએ, અને તેમાંથી આ કાર્યક્રમ બની ગયો. તેથી તે મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. અનિલજીએ મને ખૂબ મદદ કરી, હું તેમનો પણ ખાસ આભારી છું. આમ, મેં તેને ખુશીથી સ્વીકારી લીધું હતું. આ પહેલ માટે હું લઘુમતી ફાઉન્ડેશનનો પણ ખૂબ આભારી છું.પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરી
December 25th, 02:00 pm
દરેકને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ આ ખૂબ જ ખાસ અને પવિત્ર પ્રસંગે તેમની સાથે જોડાવા બદલ હાજર રહેલા દરેકનો આભાર માન્યો. તેમણે ભારતીય લઘુમતી ફાઉન્ડેશનના નાતાલની ઉજવણીના પ્રસ્તાવને સાથે મળીને સ્વીકારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો અને આ પહેલ બદલ તેમનો આભાર માન્યો હતો. લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય સાથે પોતાના ગાઢ અને ઉષ્માભર્યા સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ખ્રિસ્તી સમુદાય અને તેમનાં નેતાઓ સાથે અવારનવાર થતી બેઠકો. થોડા વર્ષો પહેલા જ પવિત્ર પોપ સાથેની તેમની વાતચીતને ખૂબ જ યાદગાર ક્ષણ તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવા માટે સામાજિક સંવાદિતા, વૈશ્વિક બંધુત્વ, આબોહવામાં પરિવર્તન અને સમાવેશી વિકાસ જેવા મુદ્દાઓ પરની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ ઈસ્ટરના ખાસ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી
April 09th, 07:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના વિશેષ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ પ્રસંગે દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા
April 15th, 09:25 am
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યાપ્રધાનમંત્રીએ કોવિડ-19 અંગે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી
July 28th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ ધર્મના પ્રતિનિધિઓ તથા સામાજિક સંગઠનો સાથે કોવિડ19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ પરમ – પાવન મોરાન માર બેસેલિયોસ મારથોમા પાઓલોસ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રીએ ઈન્ડિયન ઑર્થોડૉક્સ ચર્ચના સર્વોચ્ચ પ્રમુખ પરમ-પાવન મોરાન માર બેસેલિયોસ મારથોમા પાઓલોસ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ઈસ્ટર પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી
April 04th, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના તહેવાર નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી છે.