'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી
May 31st, 11:30 am
મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું
May 17th, 03:45 am
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.ચોલ તામ્રપત્રોની વાપસી
May 16th, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની ઉપસ્થિતિમાં, લેઇડન યુનિવર્સિટી લાઇબ્રેરીએ આજે 11 મી સદીના ચોલ તામ્રપત્રો ભારત સરકારને પરત સોંપ્યા છે.