પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ પર દીકરીઓના ગૌરવ, તક અને સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવી
January 24th, 07:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દરેક બાલિકા ગૌરવ, તક અને આશાભર્યું જીવન જીવે તે સુનિશ્ચિત કરવાના સરકારના અટલ સંકલ્પને દોહરાવ્યો છે.ઇથોપિયાની સંસદના સંયુક્ત સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:25 pm
તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો રજૂ કરતા સાહસિકો, સમુદાયો અને સંસ્થાઓનું નેતૃત્વ કરતી ગૌરવશાળી મહિલાઓ અને ભવિષ્યને આકાર આપી રહેલા ઇથોપિયાના યુવાનો સાથે પણ વાત કરી રહ્યો છું. આ અપાર સૌભાગ્ય બદલ હું તમારો આભાર માનું છું.પ્રધાનમંત્રીએ ઇથોપિયામાં સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું
December 17th, 12:12 pm
ભારત અને ઇથોપિયા વચ્ચેના સભ્યતાપૂર્ણ સંબંધોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બંને દેશો પ્રાચીન શાણપણને આધુનિક મહત્વાકાંક્ષા સાથે જોડે છે. આ સંદર્ભમાં તેમણે નોંધ્યું કે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ અને ઇથોપિયાનું રાષ્ટ્રગીત બંને તેમની ભૂમિને માતા તરીકે સંબોધે છે. બંને દેશોના સહિયારા સંઘર્ષનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ 1941માં ઇથોપિયાના લોકોની સાથે તેમની સ્વતંત્રતા માટે લડનારા ભારતીય સૈનિકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ઇથોપિયાના લોકોના બલિદાનના પ્રતીક, એડવા વિજય સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવી એ તેમના માટે સન્માનની વાત છે.બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
November 28th, 10:15 am
સર, તમને કેવી રીતે ખબર પડી કે તે ગીત ગાય છેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન્સ સાથે સંવાદ કર્યો
November 28th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ભારતીય બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન્સ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ ખેલાડીઓ સાથે ઉષ્માભરી વાતચીત કરી, તેમના દૃઢ નિશ્ચયને સ્વીકાર્યો અને તેમને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે તે વાત પર ભાર આપ્યો કે જે લોકો સખત મહેનત કરે છે તેઓ ક્યારેય નિષ્ફળ જતા નથી, માત્ર રમતગમતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ જીવનમાં પણ. તેમણે કહ્યું કે ખેલાડીઓએ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે.ડેડિયાપાડા, ગુજરાત ખાતે જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 03:15 pm
જય જોહાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, અહીં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ, જયરામભાઈ ગામિતજી, સંસદમાં મારા જૂના સાથી મનસુખભાઈ વસાવાજી, મંચ પર ઉપસ્થિત ભગવાન બિરસા મુંડાના પરિવારના તમામ સદસ્યો, દેશના ખૂણે-ખૂણેથી આ કાર્યક્રમનો હિસ્સો બની રહેલા મારા આદિવાસી ભાઈઓ-બહેનો, અન્ય તમામ મહાનુભાવો અને દેશમાં અનેક કાર્યક્રમો આ સમયે ચાલી રહ્યા છે, અનેક લોકો ટેક્નોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે, ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી છે, મંત્રી છે, હું તેમને પણ જનજાતીય ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 15th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ડેડિયાપાડામાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, તેમણે ₹9,700 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મા નર્મદાની પવિત્ર ભૂમિ આજે વધુ એક ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બની રહી છે એમ જણાવતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે 31 ઓક્ટોબરના રોજ, ભારતની એકતા અને વિવિધતાની ઉજવણી માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની શરૂઆત આ જ સ્થળે કરવામાં આવી હતી, અને ભારત પર્વની શરૂઆત કરવામાં આવી હતી. આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી સાથે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આપણે ભારત પર્વની પરાકાષ્ઠાના સાક્ષી બની રહ્યા છીએ. તેમણે આ શુભ પ્રસંગે ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને સમગ્ર આદિવાસી પટ્ટામાં સ્વતંત્રતાની ભાવના જાગૃત કરનાર ગોવિંદ ગુરુના આશીર્વાદ પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. મંચ પરથી તેમણે ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને થોડા સમય પહેલા દેવમોગરા માતાના મંદિરની મુલાકાત લેવાનો અને ફરી એકવાર તેમના ચરણોમાં નમન કરવાનો લહાવો મળ્યો હતો.નવા રાયપુર સ્થિત સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ ખાતે હૃદયના સફળ ઓપરેશન કરાવનારા બાળકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
November 01st, 05:30 pm
હું હોકી ચેમ્પિયન છું, મેં હોકીમાં પાંચ મેડલ જીત્યા છે. મારી શાળામાં મારી તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે મારા હૃદયમાં કાણું છે. તેથી હું અહીં આવ્યો, મારું ઓપરેશન થયું, અને હવે હું અહીં હોકી રમી શકું છું.પ્રધાનમંત્રીએ જન્મજાત હૃદય રોગમાંથી બહાર નીકળેલા બાળકો સાથે વાતચીત કરી
November 01st, 05:15 pm
'દિલ કી બાત' કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નવા રાયપુર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ ખાતે 'જીવન ભેટ' સમારોહમાં જન્મજાત હૃદય રોગથી સફળતાપૂર્વક સારવાર પામેલા 2500 બાળકો સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી 1 નવેમ્બરે છત્તીસગઢની મુલાકાત લેશે
October 31st, 12:02 pm
'દિલ કી બાત' કાર્યક્રમના ભાગ રૂપે, સવારે 10 વાગ્યે, તેઓ નવા રાયપુર અટલ નગર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ ખાતે 'જીવનદાન' સમારોહમાં જન્મજાત હૃદય રોગોની સફળતાપૂર્વક સારવાર મેળવનારા 2500 બાળકો સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે
September 16th, 02:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે.પ્રધાનમંત્રીએ દહેરાદૂનની મુલાકાત લીધી અને ઉત્તરાખંડમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી
September 11th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર 2025ના રોજ દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
September 09th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી અને પંજાબના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી.‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી
August 31st, 11:30 am
આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નામિબિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
July 09th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નામિબિયાની તેમની સત્તાવાર મુલાકાત પર રાજધાની વિન્ડહોક સ્થિત સ્ટેટ હાઉસ ખાતે નામિબિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા. રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહે પ્રધાનમંત્રી મોદીનું સ્ટેટ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા નામિબિયાની આ પહેલી મુલાકાત છે. આ વર્ષે માર્ચમાં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ દ્વારા નામિબિયાની આ પહેલી દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત પણ છે.પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પરિવારને આવકાર આપ્યો
April 21st, 08:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ આદરણીય જે. ડી. વેન્સ સાથે દ્વિતીય મહિલા શ્રીમતી ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકન વહીવટીતંત્રનાં વરિષ્ઠ સભ્યોને પણ મળ્યાં હતાં.બાવળીયાલી ધામના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 20th, 04:35 pm
સૌ પ્રથમ, હું ભરવાડ સમુદાયની પરંપરા અને બધા પૂજ્ય સંતો, મહંતો અને સમગ્ર પરંપરા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ લોકોને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું. આજે ખુશી અનેક ગણી વધી ગઈ છે. આ વખતે યોજાયેલો મહાકુંભ ઐતિહાસિક હતો, પરંતુ તે આપણા માટે ગર્વની વાત છે કારણ કે મહાકુંભના શુભ પ્રસંગે, મહંત શ્રી રામ બાપુજીને મહા મંડલેશ્વરનું બિરુદ મળ્યું હતું. આ એક ખૂબ જ મોટી ઘટના છે, અને આપણા બધા માટે અનેક આનંદનો પ્રસંગ છે. રામ બાપુજી અને સમાજના તમામ પરિવારજનોને મારી શુભકામનાઓ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાવળીયાળી ધામના કાર્યક્રમને સંબોધન કર્યું
March 20th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાતના ભરવાડ સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ મહંત શ્રી રામ બાપુજી, સમાજના આગેવાનો અને ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભરવાડ સમાજની પરંપરાઓ અને આ પરંપરાઓને જાળવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા પૂજ્ય સંતો અને મહંતોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. શ્રી મોદીએ આ ઐતિહાસિક મહાકુંભ સાથે સંકળાયેલા અપાર આનંદ અને ગર્વને ઉજાગર કરતાં આ પવિત્ર કાર્યક્રમ દરમિયાન મહંત શ્રી રામ બાપુજીને મહામંડલેશ્વરની ઉપાધિથી સન્માનિત કરવાના મહત્વપૂર્ણ અવસર પર ટિપ્પણી કરતા તેમને એક મહાન સિદ્ધિ અને સૌના માટે ખૂબ આનંદનો સ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે મહંત શ્રી રામબાપુજી અને સમાજના પરિવારોને તેમના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરીને તેમની શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કર્યા
January 22nd, 10:04 am
બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ વધુમાં નોંધ્યું હતું કે, ઐતિહાસિક રીતે બાળકોનું લિંગપ્રમાણ ઓછું હોય તેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે તથા આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવનાર તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.વારાણસીમાં આરજે શંકર નેત્ર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 02:21 pm
આ પવિત્ર મહિનામાં કાશીની મુલાકાત લેવી એ પોતે જ એક ગહન આધ્યાત્મિક અનુભૂતિ છે. અહીં માત્ર કાશીના રહેવાસીઓ જ નહીં, પરંતુ સંતો અને પરોપકારી પણ હાજર છે, જે આ પ્રસંગને ખરા અર્થમાં ધન્ય સમન્વય બનાવે છે. હું ભાગ્યશાળી છું કે મને પૂજ્ય શંકરાચાર્યજીનો પ્રસાદ અને આશીર્વાદ મળ્યા છે. તેમના આશીર્વાદથી જ કાશી અને પૂર્વાંચલ ક્ષેત્રને આજે વધુ એક આધુનિક હોસ્પિટલ આપવામાં આવી છે. ભગવાન શંકરની આ દિવ્ય નગરીમાં આરજે શંકર નેત્ર હોસ્પિટલ આજથી જ લોકોને સમર્પિત છે. કાશી અને પૂર્વાંચલના તમામ પરિવારોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.