પ્રધાનમંત્રીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો
March 31st, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીજીના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ માત્ર સુરીનામ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક ભારતીય સમુદાય માટે પણ એક અપૂર્ણ ક્ષતિ છે. દિવંગત નેતા સાથેની તેમની ઘણી મુલાકાતોને યાદ કરતા, શ્રી મોદીએ કહ્યું કે સુરીનામ માટે સંતોખીજીની અથાક સેવા અને ભારત-સુરીનામ સંબંધોને મજબૂત બનાવવાના તેમના પ્રયાસો તેમની વાતચીતમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સંતોખીજીના વિશેષ પ્રેમ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે જ્યારે તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા ત્યારે તેમણે ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.પ્રધાનમંત્રીએ સુરીનામના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 21st, 10:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલન અંતર્ગત સુરીનામના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાથે મુલાકા કરી હતી.દ્વિતીય ભારત-કેરીકોમ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય
November 21st, 02:15 am
મારા મિત્રો, રાષ્ટ્રપતિ ઇરફાન અલી અને પ્રધાનમંત્રી ડિકોન મિશેલ સાથે બીજી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન કરવાની મને અત્યંત ખુશી છે. હું કેરિકોમ (CARICOM) પરિવારના તમામ સભ્યોને હાર્દિક આવકાર આપું છું અને આ સમિટના ઉત્કૃષ્ટ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ખાસ કરીને આભાર માનું છું.બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન
November 21st, 02:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ શ્રી ડિકોન મિશેલે, 20 નવેમ્બર, 2024ના રોજ જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી.